Travel Tips : દેશનું સૌથી મોટું ગણપતિનું મંદિર પણ ગુજરાતમાં આવેલું છે, શનિ-રવિમાં 7 ગણેશજીના મંદિરોની મુલાકાત લો

|

Sep 25, 2024 | 5:46 PM

ગણેશ ચતુર્થીની ઉજવણી ધામધુમથી થઈ હતી. આ દરમિયાન ગણપતિના મંદિરોમાં ખુબ ભીડ જોવા મળી હતી. જો તમે રજાઓમાં ગુજરાતમાં આવેલા ગણપતિજીના જાણીતા પ્રસિદ્ધ મંદિરની મુલાકાત લઈ શકો છો.

1 / 8
ભગવાન ગણેશનું સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંથી એક મહારાષ્ટ્રના મુંબઈમાં સિદ્ધિવનિયાક મંદિર છે. જે ગણેજીના સૌથી મોટા મંદિરમાં સામેલ છે. તો ચાલો આજે આપણે જાણીએ ગુજરાતમાં આવેલા ભગવાન ગણેશના સૌથી પ્રસિદ્ધ મંદિરો વિશે.

2 / 8
સિદ્ધિવિનાયક મંદિર મહેમદાવાદ" ભગવાન ગણેશનું સિદ્ધિવિનાયક મંદિર ગુજરાતના મહેમદાવાદ શહેરમાં આવેલું છે. આ મંદિરમાં દુનિયાભરના ગણેશજીની મૂર્તિઓ આવેલી છે.આ ગણપતિ મંદિર દેશનું સૌથી મોટું મંદિર છે.

3 / 8
ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. જે ધોળકાથી આશરે 20 કિલોમીટર અને અમદાવાદથી 62 કિલોમીટર તેમજ બગોદરાથી 14 કિલોમીટર અંતરે આવેલું છે. આ મંદિરમાં ગણેશજીની સ્વંયભૂ મૂર્તિના દર્શન થાય છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે ઘણાં મંદિરોમાં ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે.

4 / 8
જૂનાગઢમાં આવેલું ઈગલ મંદિર પણ ખુબ જ ફેમસ છે. જૂનાગઢમાં આવેલા ગણેશના આ ઈગલ મંદિરની ખાસ વાત એ છે કે, આ મંદિરમાં એક પણ દાન પેટી રાખવામાં આવી નથી. આ મંદિરમાં દર્શનાથીઓની ખુબ ભીડ જોવા મળે છે.

5 / 8
દૂધરાજ મંદિર વડોદરામાં આવેલું છે. આ મંદિરનો પણ એક મહિમા છે. ગણેશ ચતુર્થી પર આ મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાથીઓ દર્શન માટે આવે છે.

6 / 8
ઐઠોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલું એક ગામ છે.આ ગામમાં ગણપતિનું આશરે 1200 વર્ષ જુનું મંદિર આવેલું છે. અહિ મેળો ભરાય છે. આ ઉપરાંત પૌરાણીક વાવ અને રામ કુવો પણ આવેલા છે. ગણપતિના મંદિર સામે આવેલું વિષ્ણુનું મદિર 900 વર્ષ જુનું છે

7 / 8
 રાજકોટ જિલ્લાના ઉપલેટાથી 24 કિલોમીટર દૂર આવેલા ઢાંક ગામમાં ગણેશજીનું મંદિર આવેલું છે.  આ મંદિરની પણ તમે મુલાકાત લઈ શકો છો.

8 / 8
ગજાનન ગણપતિ મંદિર ભરૂચમાં આવેલું છે. આ મંદિરમાં પણ ગણેશ ઉત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. તમે પણ ગુજરાતમાં આવેલા આ તમામ પ્રસિદ્ધ મંદિરના દર્શન કરવાનો પ્લાન બનાવી શકો છો. (all photo : gujarattourism)

Published On - 5:41 pm, Wed, 25 September 24

Next Photo Gallery