
દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ લોખંડી પુરુષ અને દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને એકતા દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સરદાર પટેલની જયંતીને એકતા દિવસ રુપે મનાવવાની જાહેરાત કરી હતી.

આ વખતે 150મી જયંતી મનાવવામાં આવી રહી છે. જો તમે પણ કેવડિયામાં બનેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો જાણી લો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. તે સરદાર સરોવર બંધની સામે 3.2 km (2.0 mi) દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે. 182 મીટરની ઊંચાઇ છે, આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

સ્મારકની મૂર્તિની ડિઝાઇન રામ વી. સુથાર દ્વારા કરવામાં આવી હતી. 31 ઓક્ટોબર 2013ના રોજ બાંધકામ શરૂ થયું હતું અનેઓક્ટોબર 2018માં બાંધકામ પૂર્ણ થયું હતું. 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર પટેલની 143મી જન્મજયંતિ પર ભારતના 14મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું.

દર સોમવારે સમારકામ માટે બંધ રહે છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સુવિધા માટે કેવડીયા રેલ્વે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે 5 કિમીના અંતરે આવેલું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર સરદાર પટેલ મ્યુઝિયમ તેના જીવન અને યોગદાનને દેખાડે છે. અહી તેના બાળપણ, સ્વતંત્રતા આંદોલનમાં ભૂમિકા તેમજ રાજકીય કારકિર્દી દેખાડવામાં આવી છે. અહી વેલી ઓફ ફ્લાવર્સ, જંગલ સફારી, બટરફ્લાઈ પાર્ક, નર્મદા આરતી અને ટેન્ટ સિટી પણ છે.

જાણી કેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવું. જો તમે ફલાઈટ દ્વારા જવા માંગો છો તો વડોદરા એરપોર્ટથી અંદાજે 91 કિમી દુર આવેલું છે.

વડોદરા રેલવે સ્ટેશનથી દરરોજ ટ્રેન ચાલે છે. બાય રોડ જઈ રહ્યા છો તો. વડોદરાથી બસ તેમજ ટે્કસી મળી રહેશે.
Published On - 2:50 pm, Thu, 30 October 25