
ભારતના ઘણા મંદિરો એવા છે કે તે પોતાની આગવી વિશેષતા ધરાવે છે. તેમાંથી એક છે બાલા હનુમાન મંદિર ,આ મંદિર 1964 થી સતત શ્રી રામ ધૂનનો જાપ થાય છે, અખંડ જાપ માટે આ મંદિરને ગિનિસ બુક ઑફ રેકોર્ડ્સમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે.જામનગરમાં આવેલા બાલા હનુમાન મંદિરમાં લોકોને ઊંડી શ્રદ્ધા છે,

બેટ દ્વારકામાં ભગવાન હનુમાનનું એક ભવ્ય મંદિર છે, જે બેટ દ્વારકાના મુખ્ય શ્રી કૃષ્ણ મંદિરથી પાંચ કિલોમીટર પૂર્વમાં સ્થિત છે. આ મંદિર દાંડી હનુમાન મંદિર તરીકે ઓળખાય છે.આ મંદિર હનુમાન અને તેમના પુત્ર મકરધ્વજને સમર્પિત છે.