
તમે કચ્છ પહોંચ્યા બાદ ધોળાવીરા, વિજય વિલાસ પેલેસની પણ મુલાકાત લઈ શકો છો. વાસ્તુકળાની દષ્ટિએ આ પેલેસ ખુબ જ ખાસ છે. કચ્છ જિલ્લામાં દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશ-વિદેશના પ્રવાસીઓ કચ્છની મુલાકાત લેતા હોય છે.

દર વર્ષે યોજાતો રણોત્સવ કચ્છના સાંસ્કૃતિક રંગોને પ્રતિબિંબિત કરે છે. સંસ્કૃતિ, કલા, સંગીત અને સ્થાનિક હસ્તકલાનો અનોખો સંગમ અહીં જોઈ શકાય છે. રણોત્સવ દરમિયાન પ્રવાસીઓ ગુજરાતના પરંપરાગત લોકનૃત્ય અને સંગીતનો આનંદ માણી શકશે. ગરબા, ઘૂમર અને ઢોલની ધૂન આ તહેવારને વધુ વિશેષ બનાવે છે.

રણોત્સવ દરમિયાન પ્રવાસીઓને વૈભવી ટેન્ટમાં રહેવાની તક મળે છે.વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા અને ભૂકંપ જેવી કુદરતી આફતમાંથી બેઠા થયેલા કચ્છ જિલ્લામાં આવેલા વિશ્વના એકમાત્ર સફેદ રણને જોવા માટે પ્રવાસીઓના ટોળેટોળાં ઉમટે છે.

તમને જણાવી દઈએ કે,કચ્છની કળા, ભાતીગળ સંસ્કૃતિ, મહેમાનગતિ, પરંપરા, સંગીતનો સંગમ ધરાવતા કચ્છ રણોત્સવને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે તેનો શ્રેય ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. (all photo : gujarat tourisam)
Published On - 4:48 pm, Mon, 17 November 25