
આ બીચ પર સ્કુબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ, બોટિંગ અને આઇલેન્ડ ટૂરનો સમાવેશ થાય છે. શિવરાજપુર બીચ નજીક દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રુકમણી દેવી મંદિર અને દ્વારકા સનસેટ પોઇન્ટ જેવા પ્રવાસન સ્થળો આવેલા છે.તમે આ સ્થળની પણ મુલાકાત લઈ શકો છો.

શિવરાજપુર બીચ ગુજરાત રાજ્યના મુખ્ય શહેરો જેમ કે જામનગર (142 કિમી), રાજકોટ (236 કિમી) અને અમદાવાદ (462 કિમી) દુર આવેલું છે. તમે તમારી કાર દ્વારા પણ શિવરાજપુર બીચ આરામથી જઈ શકો છો.જો તમે પરિવાર સાથે ગ્રુપમાં શિવરાજ પુર બીચ આવવાનો પ્લાન કરી રહ્યા છો. તો શિવરાજપુરની નજીકનું રેલ્વે સ્ટેશન દ્વારકા છે, જે શિવરાજપુર બીચથી લગભગ 14 કિમી દૂર છે અને ત્યાં પહોંચવામાં લગભગ 25 મિનિટનો સમય લાગે છે.

શિવરાજ પુર બીચનું સૌથી નજીકનું એરપોર્ટ જામનગર છે, જે મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ જેવા દેશોના મુખ્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. જામનગર એરપોર્ટ શિવરાજપુર બીચથી આશરે 138 કિમીના અંતરે આવેલું છે અને ત્યાં પહોંચવામાં લગભગ 3 કલાક લાગે છે.
Published On - 4:16 pm, Mon, 8 December 25