
જો તમે ફ્લાઈટથી અયોધ્યા જવાનો પ્લાન કરી રહ્યા છો. તો લખૌન એરપોર્ટ સૌથી નજીક છે. તેમજ આ સિવાય ગોરખપુર, પ્રયાગરાજ અને વારણસી એરપોર્ટ પરથી તમે અયોધ્યા સરળતાથી પહોંચી શકો છો.

જો તમારો પ્લાન પરિવાર સાથે ટ્રેનમાં મુસાફરી કરવાનો છે. તો અયોધ્યા જંક્શનથી રામ મંદિર અંદાજે 6 કિલોમીટર દુર આવેલું છે.તમને દિલ્હીથી પણ અયોધ્યા માટે સીધી ટ્રેન મળી રહેશે.

જો તમારે પ્લાન તમારી પર્સનલ કાર લઈને અયોધ્યા જવાનો છે તો.અમદાવાદથી કાર દ્વારા અયોધ્યા રામ મંદિરની મુસાફરી આશરે 1400 કિમી છે, જેમાં 24-26 કલાક લાગે છે. મુસાફરી કરવા માટે, તમે અમદાવાદથી દિલ્હી સુધી NH 8 અને પછી યમુના એક્સપ્રેસવે અને દિલ્હીથી અયોધ્યા સુધી આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પરથી જઈ શકો છો.

ઉત્તર પ્રદેશ પરિવહન નિગમની બસો 24 કલાક ઉપલબ્ધ છે. લખનૌથી અયોધ્યા સુધી અનેક બસો દોડે છે. લખનૌથી અયોધ્યા સુધી ખાનગી વાહનો પણ ચાલે છે. અયોધ્યા બાયપાસ પર ઉતર્યા પછી ઓટો દ્વારા રામ મંદિર પહોંચી શકાય છે.