Travel tips : વનરાજનું વેકેશન પૂર્ણ અને પ્રવાસીઓનું વેકેશન શરુ, દિવાળીમાં ફ્રેન્ડ સાથે બનાવી લો ફરવાનો પ્લાન

સાસણ ગીર અભ્યારણ ચોમાસાની ઋતુમાં ચાર મહિના બંધ રાખવામાં આવે છે.હાલ ગીરમાં સોળે કળાએ પ્રકૃતિ ખીલી છે. ત્યારે પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે કે, ગીર નેશનલ પાર્ક દિવાળી પહેલા પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે.

| Updated on: Oct 06, 2025 | 4:35 PM
1 / 7
ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવ અભયારણ્ય છે. તેની સ્થાપના 1965માં કરવામાં આવી હતી. તે કુલ 1412 ચો.કી.મી. વિસ્તારમાં ફેલાયેલું છે.એવા પણ સમાચાર છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પણ ગીરની મુલાકાત લે તેવી શક્યતા છે.

2 / 7
આ નેશનલ પાર્ક સોમનાથથી 43 કિ.મી અને જુનાગઢથી 60 કિ.મીના અંતરે આવેલો છે. આ એશિયાઇ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે.નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે જૂનથી સપ્ટેમ્બર સુધી બંધ રહે છે. ગીર અભયારણ્ય 7મી ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે.

3 / 7
16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહના વેકેશનનો સમયગાળો છે. જેના કારણે પ્રવાસીઓ માટે  સાસણ ગીર અભયારણ્ય બંધ રાખવામાં આવે છે. આ વર્ષે 15 ઓક્ટોબર પહેલા ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે.

4 / 7
ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 2375 પ્રજાતિઓ છે, જેમાં 38 પ્રકારના સસ્તન પ્રાણી, 300થી વધુ પક્ષીઓ, 37 રેપ્ટાઇલ્સ અને 2000થી વધુ કીટકો સામેલ છે. એશિયાટિક સિંહ જેની વસ્તી હાલ 891 થઈ છે. જેને ગીરની શાન પણ માનવામાં આવે છે.

5 / 7
 તમને જણાવી દઈએ કે, 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીર અભયારણ્ય બંધ રાખવામાં આવે છે. સિંહનો પ્રજનન કાળ હોવાથી પ્રવાસીઓ માટે ગીર અભયારણ બંધ રાખવામાં આવે છે.સિંહ પ્રજનન કાર્યક્રમ અંતર્ગત સિંહોના પ્રજનન અને પ્રજનન કેંદ્રોના દેખભાળ કરવાનું કાર્ય કરવામાં આવે છે.

6 / 7
જો તમારે સાસણ ગીર અભ્યારણની મુલાકાત લેવા જવું છે, તો તમે ફ્લાઈટ દ્વારા જવું છે તો તમને રાજકોટ સુધીની ફ્લાઈટ મળી જશે. ત્યાંથી તમારે જૂનાગઢ અને ત્યારબાદ સાસણ ગીર જઈ શકશો.

7 / 7
જો તમારે ટ્રેન દ્વારા મુસાફરી કરવી છે તો તમને જૂનાગઢથી સાસણગીરની ટ્રેન મળી રહેશે. તેમજ જો તમારે બસમાં મુસાફરી કરવી છે તો પણ તમને જૂનાગઢથી અનેક બસ સાસણ ગીર સુધીની મળી રહેશે. (All Photo : Gir Online Permit Booking)