
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મુલાકાત લેવા માટે વિવિધ સ્થળો છે.કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ સ્થિત સૌથી રોમાંચક પર્યટન સ્થળોમાં ડીનો ટ્રેઇલ (DinoTrail) પાર્કનો સમાવેશ થાય છે.

ડીનો ટ્રેઇલ પાર્ક દરરોજ ખુલ્લું રહે છે. પ્રવેશ ફી નજીવી રહે છે અને તેથી તમારા ખિસ્સા પર વધુ અસર પડશે નહીં, જેથી પરિવાર સાથે સસ્તી ટ્રિપ કરી શકશો. અહી ગયા પછી તમને ફિલ્મ જુરાસિક વર્લ્ડ રિબર્થના શૂટિંગ સ્થળ હોય તેવો અહેસાસ થશે.

ડીનો ટ્રેઇલ પાર્ક એક અનોખો અનુભવ અપાવશે. જેમાં પ્રવાસીઓ ડાયનાસોર વચ્ચે ફરતા હોય તેવો અહેસાસ થાય છે.આ સ્થળ બાળકો અને પરિવારો માટે બેસ્ટ છે, ડાયનાસોર મોડેલો અને બોર્ડ પર માહિતી તમારા બાળકોને એક શૈક્ષણિક અનુભવ કરાવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સુવિધા માટે કેવડીયા રેલ્વે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે 5 કિમીના અંતરે આવેલું છે.

વડોદરાથી અંદાજે 90 કિમી દુર સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે. તમે બાઈક કે, કાર દ્વારા પણ અહી સરળતાથી પહોંચી શકો છો.
Published On - 4:43 pm, Sun, 20 July 25