
ત્યારબાદ તમે ભવનાથમાં જ આવેલો દામેદર કુંડ આ કુંડમાં ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, ક્ષિપ્રા, ચર્મણ્યવતી, ગોદાવરી વગેરે તીર્થ સ્વરૂપ ગણાતી નદીઓએ ત્યાં વાસ કર્યો હોવાની પણ માન્યતા છે.

પ્રકૃતિપ્રેમીઓ માટે તો જૂનાગઢ જ એમનું સ્વર્ગ છે, તેમાં ખાસ કરીને ભવનાથમાં કાશ્મીર બાપુ આશ્રમ, જટાશંકર, લાલઢોરી તેમજ ભવનાથમાં આવેલા મંદિરોની પણ મુલાકાત લઈ શકો છે.

આમ તો ભવનાથમાં જ અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. મેળાની મુલાકાત લીધા બાદ તમે ગિરનાર જવાનો પણ પ્લાન બનાવી શકો છો. અહી હવે રોપ વેની પણ સુવિધા થઈ ચૂકી છે. તો તમે પગથિયા ચઢી કે પછી રોપ વે દ્વારા ગિરનારની મુલાકાત લઈ શકો છો.

અશોક શિલાલેખની પણ તમે મુલાકાત લઈ શકો છો. તેમજ ઉપરકોટ કિલ્લો ગુજરાતના જુનાગઢની પૂર્વ બાજુએ આવેલ એક કિલ્લો છે. અહી તમે નીલમ અને માણેક તોપો,રાણકદેવી મહેલ અથવા જામા મસ્જિદ,નુરી શાહની કબર,અડી કડી વાવ,નવઘણ કૂવાની પણ મુલાકાત લઈ શકો છો.