Travel Tips : ગરમા ગરમ ભજીયા અને ચા પેક કરી, ચોમાસામાં પત્ની સાથે આ સ્થળે આંટો મારી આવો, જુઓ ફોટો
મુંબઈ સપનાની નગરી છે પરંતુ ફરવા માટે પણ અનેક સ્થળો આવેલા છે. અહિની સુંદરતા પહેલી જ નજરે તમારું મન મોહી લેશે, આ ચોમાસામાં તમે મુંબઈના કેટલાક સ્થળોએ ફરવાનો પ્લાન બનાવી શકો છો.
1 / 5
ચોમાસું આવતા લોકોને ચા અને પકોડા અને ગરમા ગરમ ભજીયા સહિત ફરવાનો પ્લાન પણ બનાવતા હોય છે. ચોમાસામાં પ્રકૃતિ સૌળે કળાએ ખુલી ઉઠે છે, આ સમયે તમે ફરવાનો પ્લાન બનાવો તો તમારા માટે બેસ્ટ રહેશે.
2 / 5
ચોમાસામાં જો તમે ક્યાંય ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મુંબઈનું લોનવાલા તો ટૂરિસ્ટમાં ફેમસ છે પરંતુ આ સિવાય અહિ અનેક એવા સ્થળો આવેલા છે. જ્યાં તમે પરિવાર તેમજ મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.
3 / 5
આ સ્થળ એકદમ શાંત સ્થળ માનવામાં આવે છે. પ્રકૃતિની સુંદરતાનો આનંદ લેવા માટે તમારે ચોમાસામાં એક વખત માથેરાન જરુર જવું જોઈએ, આ સુંદર જગ્યા મુંબઈથી માત્ર 80 કિલોમીટર દૂર આવેલી છે. ચોમાસા દરમિયાન અહીંનો નજારો તમને પહેલી નજરે જ મંત્રમુગ્ધ કરી દેશે.ગરમા ગરમ ભજીયા અને ચા પેક કરી પહોંચી જાવ માથેરાન. (photo: https://photos.com)
4 / 5
એવું કહેવામાં આવે છે અહિની સુંદરતા તમારું મન મોહી લે છે. તપોલા ચોમાસામાં ફરવા માટે બેસ્ટ સ્થળ છે. જે મુંબઈથી 300 કિલોમીટર દુર અને પુણેથી 150 કિલોમીટર દુર આવેલું છે. અહિ શિવસાગર તળાવની નજીક એક સુંદર હિલ સ્ટેશન છે. જ્યાં તમે ટ્રેકિંગની પણ મજા લઈ શકો છો, (photo : mahabaleshwartourism.in)
5 / 5
ભીમાશંકર આમ તો ધાર્મિક સ્થળ છે અહિ તમને સુંદર વોટરફોલ જોવા મળશે. અહિનો નજારો વરસાદમાં ખુબ જ સુંદર લાગે છે. અહિ તમે ગણેશ ધાટ સુધી ટ્રેકિંગની પણ મજા લઈ શકો છો. (photo : https://purplebus.in)