
અયોધ્યા જવા માટે તમારે વધારે ખર્ચો થશે નહી. ટ્રેન બસ કે પછી તમે ફ્લાઈટ અથવા તમારી પ્રાઈવેટ કાર લઈને પણ જઈ શકો છો. તમને અયોધ્યા જવા માટે અમદાવાદથી ટ્રેન તેમજ ફ્લાઈટો સરળતાથી મળી જશે.

પ્રાઈવેટ કારમાં ટ્રિપમાં જવાનો વિકલ્પ પરિવારો અથવા ગ્રુપ માટે સૌથી વધુ ફાયદાકારક છે. જો તમે ત્રણ કે ચાર લોકોના ગ્રુપમાં હોવ, તો કાર દ્વારા મુસાફરી કરવી ખૂબ જ બજેટ-ફ્રેંડલી છે.

પહેલા તો અમદાવાદથી દિલ્હીનું અંતર 989 છે. દિલ્હીથી અયોધ્યાનું અંતર યમુના એક્સપ્રેસવે અને લખનૌ એક્સપ્રેસવે દ્વારા 700 થી 750 કિમી છે.

રામ મંદિર એ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ (રામ જન્મભૂમિ) પર બનાવવામાં આવેલું એક હિન્દુ મંદિર છે. રામાયણ અનુસાર, આ હિન્દુ ધર્મના મુખ્ય દેવતા ભગવાન રામનું જન્મસ્થળ છે. આ મંદિરનું નિર્માણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે.(all photo : pti)