
દર વર્ષે, હજારો લોકો કાકડભીટની તળેટીમાં કચ્છના સૌથી ભવ્ય મેળાઓમાંના એક, મોટા યક્ષ મેળાની ઉજવણી માટે ભેગા થાય છે.

લોક પરંપરાઓથી લઈને ભક્તિમય વિધિઓ અને ઉત્સવો આ મેળો પ્રદેશની સંસ્કૃતિનું સાચું પ્રતિબિંબ છે.

દર વર્ષે ભાદરવા મહિનામાં યક્ષ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળાની મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય છે. આ વર્ષે આ યક્ષ મેળાનો પ્રારંભ 7 સપ્ટેમબરથી થશે અને 9 સપ્ટેમ્બર સુધી ચાલશે.