
કેચીધામમાં રહેવા માટે તમને ખુબ ઓછા પૈસામાં રુમ પણ મળી જશે. તેમજ તમે આસપાસની પ્રકૃતિનો આનંદ પણ લઈ શકો છો. તેમજ ટ્રેકિંગની મજા પણ માણી શકો છે. તેમજ પાસે આવેલા નૈનીતાલની મુલાકાત પણ લઈ શકો છો.

બાબા નીમ કરૌલીનો કૈંચી ધામ આશ્રમ, જેની સ્થાપના 1964માં કરવામાં આવી હતી, તે ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાથી માત્ર 17 કિમી દૂર અલ્મોડા રોડ પર સ્થિત છે. જ્યારે ભવાલીથી તેનું અંતર માત્ર 09 કિમી છે અને બાબાનો આશ્રમ કાઠગોદામ રેલવે સ્ટેશનથી લગભગ 36 કિમી દૂર છે. કાઠગોદામ કૈંચી ધામનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.