ગુજરાતમાં અહીં આવેલું છે રુકમણી દેવીનું મંદિર, જાણો કઈ રીતે પહોંચશો આ સ્થળે
દ્વારકાથી બે કિલોમીટર દૂર રૂક્ષ્મણીજીનું પૌરાણિક મંદિર આવેલું છે. ખાસ વાત એ છે કે, જે પણ લોકો દ્વારકાધીશના મંદિરમાં જે લોકો દર્શન કરવા જાય છે, તે રુકમણિના દર્શન કરવા પણ જરરુ જાય છે. તો ચાલો જાણીએ ક્યાં આવેલું છે રુકમણી મંદિર
1 / 5
રુક્મણીને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. તેઓ ભગવાન કૃષ્ણની સૌથી પ્રિય પત્ની હતા. મહાભારત અનુસાર કૃષ્ણ સૌથી વધુ રુક્મણીને પ્રેમ કરતા હતા. તો ચાલો આજે જાણીએ આ રુકમણી મંદિર ક્યાં આવેલું છે.
2 / 5
રુકમણી દેવી મંદિર ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા દ્વારકાથી, 2 કિલોમીટરના અંતરે આવેલું શ્રીકૃષ્ણની પટરાણી રુક્મણીને સમર્પિત મંદિર છે. આ મંદિર 2,500 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે પરંતુ હાલના બાંધકામ પરથી સાંપ્રત મંદિર 12મી સદીનું હોવાનું જણાય છે.
3 / 5
રુકમણી અને તેમના પતિ કૃષ્ણના અલગ અને એકબીજાથી દૂર રહેલા મંદિરો માટેની રસપ્રદ કથા છે. એવું કહેવાય છે કે, દુર્વાસા ઋષિની વિનંતી પર કૃષ્ણ અને રુક્મણી ભોજન માટે તેમને રથમાં જાતે ખેંચીને લઈ જઈ રહ્યા હતા.
4 / 5
માર્ગમાં જ્યારે રુકમણીને તરસ લાગી ત્યારે કૃષ્ણએ પાણી માટે પોતાનો અંગૂઠો જમીનમાં ખોસી ને પાણી કાઢ્યું. રુક્મણીએ આ પાણીથી પોતાની તરસ છીપાવી પરંતુ દુર્વાસાને પાણી માટેનું ન પૂછાતાં દુર્વાસાને અપમાનજનક લાગ્યું અને તેમણે રુક્મણીને તે તેના પતિથી અલગ રહેશે તેવો શ્રાપ આપ્યો હતો.
5 / 5
જો તમે રુકમણીના મંદિરે દર્શન કરવા માંગો છો. તો તેના માટે બસ કે પછી ટ્રેન દ્વારા દ્વારકા પહોંચવાનું રહેશે. અહિથી તમને લોકલ ટ્રાન્સપોર્ટના વાહનો સરળતાથી મળી જશે.