Travel Tips : રેલવે તરફથી મળે છે 10 લાખ રૂપિયા સુધીનો વીમો, ટિકિટ બુક કરતી વખતે માત્ર આટલું કરો
રજા મળતા જ પરિવાર હોય કે પછી ફ્રેન્ડસ સર્કલ ફરવા જવાનો પ્લાન બની જાય છે. તેના માટે ટિકિટ પણ બુક કરી લેવામાં આવે છે. તો આજે અમે તમને જણાવીશું કે, જો તમે પણ ટ્રેનમાં પ્રવાસ કરવાના છો તો ટિકિટ બુક કરતી વખતે આટલું કામ જરરુ કરી લેજો.
1 / 7
એક કહેવત તો સૌ કોઈએ સાંભળી હશે કે, ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે.ક્યારેક એવી પણ ઘટના બને છે કે, લોકોને ઘરે કે ઓફિસ બેઠા બેઠા પણ કોઈ અકસ્માતનો ભોગ બની જાય છે. આજકાલ તો લોકો સ્વાસ્થ પ્રત્યે પણ ખુબ સતર્ક થઈ ગયા છે. પરિવારના તમામ લોકોનો સ્વાસ્થ વીમો કરાવવી લેવામાં આવે છે. તો આજે આપણે જેના વિશે વાત કરીશું તે પણ કાંઈ આવી જ વાત છે.
2 / 7
ભાગદોડી લાઈફમાંથી સૌ કોઈ ટુર પર જવાનો પ્લાન બનાવતા હોય છે. ત્યારે જો પરિવાર સાથે કે પછી ગ્રુપ સર્કલમાં કાંઈ જવાનું રહે તો ટ્રેનમાં ટિકિટ બુક કરાવવાનું વધારે પસંદ કરવામાં આવે છે. કારણ કે, એક તો તમારે ખર્ચો પણ ઓછો થશે સાથે તમે પરિવાર કે ફ્રેન્ડ સાથે ટ્રેનમાં વધારે સમય પણ પસાર કરી શકો છો.
3 / 7
તો આજે તમને જણાવીશું કે, જો તમે પણ ટ્રેનની ટિકિટ બુક કરી રહ્યા છો. તો એક વાત જરુર જાણી લેજો. ભારતીય રેલવે યાત્રિકોને ટ્રેનની ટિકિટ પર 10 લાખ રુપિયા સુધીનો વીમો આપે છે. જેનો લાભ કઈ રીતે મળશે તેના વિશે જાણીએ.
4 / 7
આઈઆરસીટીસી દ્વારા આમતો અનેક સુવિધાઓ આપવામાં આવતી હોય છે. જેમાં ટ્રાવેલ વીમો પણ સામેલ છે.જેના માટે તમારે કેટલીક વસ્તુઓનું પણ ધ્યાન રાખવું પડશે. જ્યારે તમે ટ્રેનની ટિકિટ બુક કરી રહ્યા હોય ત્યારે એક ટ્રેન ટ્રાવેલ વીમાનું ઓપ્શન જોવા મળશે. તમારે આ ઓપ્શનની પસંદગી કરવાની રહેશે. આનો લાભ માત્ર એ લોકોને મળશે. જેમણે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય.
5 / 7
આ સાથે, એક PNR પર ટિકિટ બુક કરાવનારા તમામ મુસાફરોને તેનો લાભ મળે છે. મુસાફરોએ બીજી એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જો તમારી ટિકિટ કેન્સલ થઈ ગઈ હોય કે RAC હોય તો પણ તમને આનો લાભ મળશે.
6 / 7
આ વીમાનો લાભ તમને કઈ રીતે મળશે, તો તમને જણાવી દઈએ કે, જો કોઈ ટ્રેન અકસ્માત થાય છે. તો ટ્રેનમાં મુસાફરી કરનાર લોકોએ ટિકિટ બુક કરાવતી વખતે ટ્રાવેલ વીમો લીધો છો તો તેને લાભ મળી શકે છે.
7 / 7
જો ટિકિટ બુક કરતી વખતે તમે ટ્રાવેલ વીમોનું ઓપ્શન પસંદ કર્યું નથી. તો તમે આના માટે ક્લેમ કરી શકશો નહિ. ઓનલાઈન ટિકિટ બુક કરનારને ટ્રાવેલ વિમાનો લાભ મળશે. ઓફલાઈન ટિકિટ બુક કરનારને લાભ મળશે નહિ.આ સાથે, ટિકિટ લેતી વખતે, એ ધ્યાનમાં રાખવું જરુરી છે કે નોમિનીની વિગતો ભરતી વખતે, ફક્ત તમારું મેઇલ આઈડી નાંખો.