
ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં સેક્ટર 28નો બગીચો, બાલક્રિડાંગણ, અક્ષરધામ મંદિર અને સ્વામિનારાયણ ધામ (ઇન્ફોસિટીની સામે) છે, જે ગાંધીનગરમાં સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલુ છે. ગાંધીનગરની નજીકમાં વિજાપુર રોડ પર મહુડી ઘંટાકરણ મહાવીરનું પ્રખ્યાત જૈન મંદિર પણ આવેલું છે.

આ સિવાય અક્ષરધામ (ગાંધીનગર),સેક્ટર 28નો બગીચો (ગાંધીનગર),ગુજરાત વિધાનસભા,ઇન્ફોસિટી,મહાત્મા મંદિર ,સ્વર્ણિમ પાર્ક ,સરિતા ઉદ્યાન,હરણ ઉદ્યાન સચિવાલય,સ્વપ્ન સૃષ્ટિ જળ ઉદ્યાન અને પુનિત વનની પણ મુલાકાત લો.

ગાંધીનગર જવા માટે તમને અમદાવાદથી બસ તેમજ ટેક્સી આસાનીથી મળી જશે. તેમજ અમદાવાદથી ડબલ ડેકર બસ પણ ગાંધીનગર ચાલુ છે. તમે ડબલડેકર બસમાં બેસીને પણ મુસાફરી કરી શકો છો. અમદાવાદથી ગાંધીનગર તમે મેટ્રો ટ્રેનમાં બેસીને પણ જઈ શકો છો.