
તેમજ યાત્રા શરુ કરતા પહેલા નજીકના સ્વાસ્થ કેન્દ્રમાં આરોગ્ય તપાસ કરાવી લો, જો તમને હૃદય સંબંધિત કોઈ તકલીફ છે કે હાઈપરટેન્શનની સમસ્યા છે તો સાવધાન રહો. રસ્તામાં જો તમારી તબિયત બગડે તો આગળની યાત્રા ન કરો અને નજીકના ચિકિત્સા કેન્દ્રનો જરુર સંપર્ક કરો.

ચારધામ યાત્રા પર જતા પ્રવાસીઓએ પોતાના બેગમાં જરુરી દવાઓ, ફર્સ્ટ એડ કિટ અને મેડિકલ સંબંધિત તમારા રિપોર્ટ પણ સાથે રાખો. શરદી,ઉધરસ, તાવ જેવી દવાઓ પણ તમારી સાથે રાખો.

કેદારનાથ ધામ જતી વખતે હંમેશા છત્રી અથવા રેઈનકોટ સાથે રાખો. કારણ કે કેદારનાથમાં ગમે ત્યારે વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં, આ બંને વસ્તુઓ તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

જો તમે ઉનાળામાં મુલાકાત લઈ રહ્યા હોવ તો પણ કેદારનાથમાં તાપમાન ઘટી શકે છે. તેથી ગરમ કપડાં જેમ કે વૂલન સ્વેટર, જેકેટ, મોજા અને મફલર સાથે રાખો.કેદારનાથમાં હવામાન અચાનક બદલાઈ શકે છે, તેથી ગરમ કપડાં અને વરસાદથી બચવા માટે સાવચેત રહો.

જો તમે કેદારનાથ યાત્રા પર જઈ રહ્યા છો, તો તમારી સાથે રોકડ રકમ રાખો. મુસાફરી દરમિયાન, પહાડોમાં ઘણી જગ્યાએ એટીએમ કે ઓનલાઈન સુવિધાઓ હોતી નથી. આવી સ્થિતિમાં, તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારી સાથે થોડી રોકડ રાખો.