
ચોમાસા દરમિયાન, અમદાવાદ, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ જેવા શહેરોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જાય છે. ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારો અથવા દરિયા કિનારે આવેલા સ્થળે જવાનું ટાળો. ટ્રાફિક સમસ્યા, ફ્લાઇટ કે ટ્રેનમાં વિલંબ અને સ્વાસ્થ્ય જોખમો થવાની શક્યતા છે.

જંગલોમાં વરસાદ દરમિયાન, કાદવ, કીચડ વધુ થઈ જાય છે. આવી સ્થિતિ અને જંતુઓનું જોખમ વધી જાય છે. તેથી, ચોમાસા દરમિયાન જંગલ સફારી કે ટ્રેકિંગથી દૂર રહો. આનું કારણ એ છે કે ચોમાસા દરમિયાન જંગલમાં વચ્ચે નદી આવે તો તેનું સ્તર અચાનક વધી જાય તો મુશ્કેલી થઈ શકે છે અને જંગલી પ્રાણીઓની અવરજવર વધી જાય છે.

વરસાદમાં જૂના કે નાના પુલ ધોવાઈ જાય છે, તેથી ખાસ કરીને બિનજરૂરી સ્થળોએ જવાનું ટાળો. અજાણ્યા રસ્તાઓ, નબળા પુલ પર જવાનું ટાળો. તેમજ જે સ્થળોએ વધારે પાણી હોય ત્યાં જવાનું પણ ટાળો. ઉંચાઈ વાળા વિસ્તારોમાં સેલ્ફી લેતી વખતે અનેક ઘટનાઓ વિશે આપણે સાંભળ્યું જ છે. જેનાથી મોટો અકસ્માત પણ સર્જાય જાય છે.

ખાસ અને મહત્વની વાત એ છે કે, જો ચોમાસામાં તમે નાના બાળકોને ફરવા લઈ જઈ રહ્યા છો. તો ખાસ First Aid Kit તમારા બેગમાં રાખી લો, જે ક્યારે પણ કામ આવી શકે છે. (photo : canva , PTI)