Travel Tips : જંગલમાં ટ્રેકિંગ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ વાત જરુર જાણી લો

|

Aug 28, 2024 | 3:45 PM

આજકાલ ટ્રાવેલિંગ કરવું એ એક લાઈફનો પાર્ટ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, રજાઓ મળતા જ લોકો ફરવા માટેનો પ્લાન બનાવી લે છે. જો તમે જંગલમાં ટ્રેકિંગ માટે જઈ રહ્યા છો ત્યારે માત્ર તમારા કપડાં જ નહીં આ બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે.

1 / 7
કેટલાક લોકોને ટ્રાવેલ કરવું ખુબ પસંદ હોય છે.ક્યારેક રાજસ્થાનના રણમાં તો ક્યારેક જંગલની હરિયાળીની મજા લેવા માટે બેગ પેક કરી નીકળી જાય છે. તમને જણાવી દઈએ કે, જંગલમાં ટ્રેકિંગ વખતે વિશેષ તૈયારીની ખુબ જરુર હોય છે.

2 / 7
કોઈ પણ આયોજન વગર જંગલમાં ક્યારેય પ્રવેશ ન કરવો જોઈએ. અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ જે જંગલમાં મુસાફરી કરતી વખતે તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.

3 / 7
જો તમે કોઈ એવી જગ્યાએ ફરવા માટે પ્લાન બનાવી રહ્યા છો. જ્યાં ફોન, પોલિસ અને ઈનફાસ્ટ્રકચર નથી. તો તમારે કોઈને જાણ કરીને જવું જોઈએ, તમે કેટલો સમય ત્યાં રહી પરત ફરવાના છો. તમે જે સ્થળ પર જઈ રહ્યા છો તેના વિશે માહિતી પહેલાથી જ મેળવી લેવી.

4 / 7
 તમે ટ્રિપ પર જઈ રહ્યા છો તો પહેલા તે સ્થળ વિશે રિસર્ચ કરી લો. ત્યાંનું હવામાન કેવું છે,જો તમારે આવા વિસ્તારમાં ટ્રાવેલિંગ કરવું છે અને તમને કોઈ જાણકારી નથી, તો એક લોકલ ગાઈડ હંમેશા તમારી સાથે રાખો. ગાઈડ્સને હંમેશા આવા રસ્તાઓ વિશે જાણકારી હોય છે. જે તમને મુસીબતમાં તમને કામ આવી શકે છે.

5 / 7
જંગલમાં ક્યારે વરસાદ આવે તેની કોઈ જાણ રહેતી નથી. ત્યારે આવી મુશ્કેલીથી બચવા માટે તમારે એક રેનકોટ સાથે જરુર રાખો. જંગલમાં પાણી જોઈને ક્યારે સ્વિમિંગનો પ્લાન બનાવો નહિ, પહેલા તો એ જોઈ લો કે, આજુબાજુ કે પાણીમાં કોઈ જાનવર કે જીવજંતુ છે કે નહિ.

6 / 7
મહત્વની વાત તો એ છે કે, જો કોઈ પ્રવાસને યાદગાર બનાવવો છે, તો સૌથી પહેલા તમારે પહેરવેશ પર ધ્યાન આપવું પડશે. જો તમે તમારા પહેરવેશ સાથે કમ્ફટેબલ છો તો તમને હરવા ફરવાની મજા આવેશે, એટલા માટે તમે જંગલમાં ટ્રેકિંગ કરવા જઈ રહ્યા છો તો ફુલ સ્લીવના કપડા પહેરવા જોઈએ.

7 / 7
હવે કેટલીક જગ્યાએ તમે જંગલ સફારીનો પણ આનંદ માણી શકો છો.ગુજરાતમાં આવેલા સાસણ ગીરમાં તમે જંગલ સફારીનો આનંદ માણી શકો છો.

Next Photo Gallery