
ડાકોર ખેડા જિલ્લાના થાસરા તાલુકામાં છે, 43 કિ.મી. આણંદથી અને નડિયાદથી 35 કિમી દુર આવેલું છે. ખાનગી અને એસટી બસો દ્રારા અમદાવાદ, વડોદરા અને આણંદથી જઈ શકો છો. દર પુનમે અહિ ભક્તોની ભીડ જોવા મળે છે. જે રણછોડરાયજી મંદિર માટે પ્રખ્યાત છે.દ્રારકા અને ડાકોરમાં જન્માષ્ટ્રમી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

અમદાવાદમાં પણ ભગવાન કૃષ્ણના અનેક મંદિરો આવેલા છે. જેમાં ઈસ્કોન મંદિર ખુબ જ ફેમસ છે. જન્માષ્ટમી પર મંદિરોમાં "હાથી ઘોડા પાલકી..જય કનૈયા લાલ કી!" જેવા નાદોથી ગુંજી ઉઠે છે.