Travel Tips : કેદારનાથ જઈ રહ્યા છો, હેલિકોપ્ટરની ટિકિટ બુકિંગ માટે છેલ્લા સ્લોટનું બુકિંગ આ તારીખથી શરુ થશે

ગુપ્તકાશી ફાટા સિરસીથી છ એવિએશન કંપનીઓ હેલિકોપ્ટર સેવાઓનું સંચાલન કરે છે. યાત્રાના છેલ્લા તબક્કામાં કેદારનાથની મુલાકાત લેવા માટે હેલિકોપ્ટર ટિકિટ માટે આટલો જ સમય બાકી છે.

| Updated on: Oct 07, 2025 | 5:09 PM
4 / 6
હેલિકોપ્ટરની ટિકિટ બુકિંગ માટે છેલ્લા સ્લોટનું બુકિંગ 8 ઓક્ટોબરના બપોરના 12 વાગ્યાથી શરુ થશે.  આ માટે વેબસાઈટ ખુલ્લી રહેશે. જે યાત્રિકો 13 થી 21 ઓક્ટોબર સુધી યાત્રા કરવા માંગે છે. તે પોતાની ટિકિટ બુક કરાવી શકે છે. તેમજ હેમકુંડ સાહેબના કપાટ 10 ઓક્ટોબરના રોજ બંધ થશે.

5 / 6
તમને જણાવી દઈએ કે, ચારધામ યાત્રા આ વર્ષે મે મહિનાના પહેલા અઠવાડિયાથી ચાલી રહી છે. જોકે, છેલ્લા બે મહિનામાં કુદરતી આફતોને કારણે યાત્રા ઘણી વખત મુલતવી રાખવામાં આવી હતી.

6 / 6
જોકે, એક અઠવાડિયાથી વધુ સમયથી હવામાનમાં સુધારો થતાં, યાત્રા ફરી શરૂ થઈ છે. કેદારનાથ, બદ્રીનાથ અને હેમકુંડ સાહિબના દર્શન માટે દરરોજ સેંકડો યાત્રાળુઓ આવી રહ્યા છે. આ વર્ષે યાત્રાળુઓની સંખ્યા 50 લાખને પાર થઈ ગઈ છે.