Travel tips : આ છે ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો, ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતાજીના દર્શન કરવાનો પ્લાન બનાવો

ગુજરાતમાં ફરવા માટે અનેક સ્થળો આવેલા છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો લોકોને અહીં આવવા માટે મજબૂર કરે છે. ગુજરાત સમૃદ્ધ ઇતિહાસ, સ્વાદિષ્ટ વાનગીઓ, અનોખી પરંપરાઓ અને કુદરતી સૌંદર્ય માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ફેમસ છે. ચૈત્ર નવરાત્રિમાં ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો ક્યા ક્યા છે જાણો

| Updated on: Mar 25, 2025 | 5:07 PM
4 / 7
ગુજરાતમાં આવેલું સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર મંદિર અંબાજી મંદિરના દર્શન કરવાનો પ્લાન બનાવી શકો છો. અંબાજી મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્થિત એક પ્રસિદ્ધ મંદિર છે. અંબાજી મંદિર 51 શક્તિપીઠોમાંથી એક છે.

5 / 7
દ્વારકા વિશે તો સૌ કોઈ જાણે છે. દ્વારકાને ભગવાન શ્રી કૃષ્ણની નગરી તરીકે ઓળખવામાં આવે છે. દ્વારકામાં સ્થિત રુકમણિ દેવી મંદિર એક પ્રસિદ્ધ અને પવિત્ર મંદિર માનવામાં આવે છે.રુકમણિ દેવી મંદિરનો ઈતિહાસ અંદાજે 2500 વર્ષ જૂનો છે.

6 / 7
કચ્છ જિલ્લામાં આવેલું આશાપુરા માતા મંદિર એક પ્રસિદ્ધ અને પવિત્ર મંદિર માનવામાં આવે છે.આશાપુરા માતાજી  દેવી શાકંભરી નું સ્વરૂપ મનાય છે. આ મંદિર ભુજથી 80 કિમી દૂર આવેલું છે. દર વર્ષે માતાના મઢમાં નવરાત્રીમાં મેળો ભરાય છે

7 / 7
 ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે,અહીં આવેલા ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજીનું પ્રખ્યાત મંદીર આવેલું છે, જ્યાં પહોંચવા માટે પગથીયાં પણ બનાવવામાં આવેલાં છે. આ ડુંગરની ઉંચાઇ 1,173 ફીટ જેટલી છે. શ્રદ્ધાળુ માતાજીનાં દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે. ચોટીલા મંદીર ટ્રસ્ટ દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જમવાની તથા રહેવાની નિ:શુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ છે.