Travel Tips : જો તમે પણ બીચની મુલાકાત લેવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો ગુજરાતના આ બીચ બેસ્ટ રહેશે

|

Oct 14, 2024 | 3:56 PM

જો તમે પણ 2 થી 3 દિવસની રજા લઈ ક્યાંય ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે. તો આજે અમે તમને ગુજરાતમાં જ કેટલાક એવા સ્થળો વિશે જણાવીશું જ્યાં તમે તમારા મિત્રો કે પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

1 / 5
કેટલાક લોકોને દરિયા કિનારે ફરવાનો શોખ હોય છે. કુદરતના ખોળામાં બેસીને રેતી સામે સમુદ્રને જોવો એ ઘણા લોકોનું સ્વપ્ન હોઈ છે. આવી સ્થિતિમાં તમે મિત્રો સાથે બીચ ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

2 / 5
દ્વારિકાના પ્રસિદ્ધ શિવરાજપુર બીચ પર સહેલાણીઓનો મેળાવડો જોવા મળે છે. જો તમે મીની વેકશનનો પ્લાન કરી રહ્યા છો. તો આ બીચ તમારા માટે પરફેક્ટ છે. ગુજરાતના એકમાત્ર બ્લુ ફલેગ ધરાવતા શિવરાજપુર બીચ પર તમે વિવિધ પ્રકારની રાઈડ્સનો પણ આનંદ માણી શકો છો.

3 / 5
ગુજરાતના સૌથી જાણીતા બીચમાં એક માધવપુર બીચ પણ આવે છે.માધવપુર બીચ જૂનાગઢની પાસે આવેલ છે, માધવ પુર બીચ સૌથી શાંત અને મનોહર સ્થળોમાંનું એક છે. અહિ લોકો પ્રી વેડિંગ ફોટોશૂટ માટે પણ આવતા હોય છે.

4 / 5
તિથલ બીચ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણમાં આવેલા વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં વલસાડ નગર નજીક તિથલ ગામ ખાતે અરબી સમુદ્રના કિનારા પર આવેલ એક બીચ છે. આ બીચ પર કાળી રેતી જોવા મળે છે.

5 / 5
ડુમસ બીચ એ સ્થાનિક લોકોમાં સૌથી લોકપ્રિય બીચ છે. સુરત શહેર માટે બીચ પિકનીક સ્પોટ્સ પૈકી એક છે. તે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે. સુરતીલાલાઓ રજાઓમાં ડુમસ બીચ પર પહોંચી જાય છે.

Next Photo Gallery