
ઇસ્કોનના અનુયાયીઓ મોટેભાગે 'હરે કૃષ્ણ' કે 'હરે કૃષ્ણ ભક્તો' તરીકે ઓળખાય છે, ઇસ્કોન શીખવે છે કે, કૃષ્ણ સર્વોપરિ ભગવાન છે અને માટે જ તેમને પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન તરિકે સંબોધિત કરવામાં આવે છે. તો તમે જન્માષ્ટમીના દિવસે ઈસ્કોન મંદિરની મુલાકાત લઈ શકો છો.

અમદાવાદનું સોલાભાગવત કૃષ્ણ મંદિર પણ ફેમસ છે,શ્રી ભાગવત વિદ્યાપીઠ કૃષ્ણધામ ગુજરાતના અમદાવાદનાં સોલા ગામ પાસે સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલ શ્રીનાથજી બાવાનું સુંદર મંદિર છે.ભાગવત વિદ્યાપીઠમાં દર વર્ષે આઠમ શ્રીકૃષ્ણજન્મના દિવસે મોટો મહોત્સવ થાય છે. શ્રીકૃષ્ણ ને બત્રિસ ભોગ ધરાવાય છે.