
રંગીલા રાજકોટવાસીઓ રજાઓમાં અટલ સરોવર પહોંચી જાય છે. અટલ સરોવર થોડા સમય પહેલા જ અંદાજે 132 કરોડના ખર્ચે બનાવીને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.અટલ સરોવરમાં ફાઉન્ટ શો, ગાર્ડન આવેલા છે અહિ નોર્મલ ચાર્જ પણ રાખવામાં આવ્યો છે.જ્યાં બાળકોને ખુબ મજા પડી જશે.

રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ આ વખતે ઓવરફલો થયો હતો.ચોમાસામાં ભારે વરસાદના પગલે જળાશયોમાં પાણીની આવક થતી હોય છે. જેથી સાવચેતીના ભાગરુપે સ્થાનિકો અને પ્રવાસીઓને ડેમ વિસ્તાર, દરિયાકિનારા સહિતના જળાશયોની આસપાસ જવા તેમજ નાહવા પર પ્રતિબંધ મુકવામાં આવ છે. પરંતુ જો તમે પણ આજીડેમની મુલાકાત લેવા જઈ રહ્યા છે તો સાવચેતી જરુર રાખજો.

ન્યારી ડેમમાંથી રાજકોટને પાણી મળે છે. ન્યારી ડેમ ખાતે લોકો પિકનિક મનાવવા આવતા હોય છે. તમે અહીંયા સમય વિતાવી શકો છો.