
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મોબાઇલ ચાર્જ જરુરી છે. વરસાદ દરમિયાન પણ ઘણી ટ્રેનો મોડી પડે છે. જો ફોનમાં બેટરી હશે, તો જ તમે તમારા પરિવારને તમારા વિશે માહિતી આપી શકશો. જો ફોનમાં બેટરી નહીં હોય, તો ન તો તમે તેમની સાથે કનેક્ટ થઈ શકશો અને ન તો તેઓ તમારી સાથે કનેક્ટ થઈ શકશે.પાવર બેન્ક રાખવી જરુરી છે.

તમારા બેગમાં એક ઝિપલોક બેગ જરુર રાખો.તમે તમારા મોબાઇલ, ચાર્જર, પાવર બેંક વગેરે જેવી વસ્તુઓ ઝિપલોક બેગમાં રાખી શકો છો. મહત્વની વાત એ છે કે, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમારી સાથે આઈડી પ્રુફ જરુર રાખો

જો તમારી સાથે માતા-પિતા છે. તો ટ્રેનમાં ચઢતી અને ઉતરવાનું જરુર ધ્યાન રાખો. કારણ કે,વરસાદમાં, લોકો અંદર અને બહાર નીકળવાના કારણે ટ્રેનની અંદરનો ફ્લોર ભીનો થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમારે હંમેશા ટ્રેનમાં ચઢતી અને ઉતરતી વખતે સાવચેત રહેવું જોઈએ. જો તમે સાવચેત ન રહો, તો તમે લપસીને ફ્લોર પર પડી શકો છો. (photo : canva)