WTC ઇતિહાસમાં સૌથી મોટી પાર્ટનરશિપ કરવાનો રેકોર્ડ કોના નામે? આ જોડીની ઐતિહાસિક સિદ્ધિ તોડવી ‘અશક્ય સમાન’

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના ઇતિહાસમાં સૌથી મોટી પાર્ટનરશિપ કરવાનો રેકોર્ડ કઈ જોડીના નામે છે? ક્રિકેટના આ મહાકુંભમાં અત્યાર સુધી બેટ્સમેનોએ એકથી એક ચડિયાતી ભાગીદારી નોંધાવી છે, જેમાં સૌથી ટોપ પર ચોથી વિકેટ માટે 454 રનની ઐતિહાસિક પાર્ટનરશિપ થઈ છે.

| Updated on: Aug 23, 2026 | 2:30 PM
1 / 6
આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના ઇતિહાસમાં સૌથી મોટી અને રેકોર્ડબ્રેક પાર્ટનરશિપનો એક એવો ઓલ-ટાઇમ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે કે, જેણે આખા ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. એક યાદગાર ટેસ્ટ મેચમાં ચોથી વિકેટ માટે 454 રનની ઐતિહાસિક ભાગીદારી થઈ હતી, જે WTC સફરની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ભાગીદારી છે.

2 / 6
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન જો રૂટ અને હેરી બ્રૂકનું નામ આ લિસ્ટમાં પ્રથમ સ્થાને છે. રૂટ અને બ્રૂકે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાન સામે વર્ષ 2024 માં ચોથી વિકેટ માટે 454 રનની પાર્ટનરશિપ કરી હતી, જેનો રેકોર્ડ તૂટવો ખૂબ મુશ્કેલ લાગી રહ્યો છે.

3 / 6
વેસ્ટઇન્ડિઝના રોસ્ટન ચેઝ અને અમીર જંગૂએ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં શ્રીલંકા સામે વર્ષ 2026 માં છઠ્ઠી વિકેટ માટે 401 રનની ભાગીદારી કરી હતી. જણાવી દઈએ કે, WTC ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર બે વાર જ 400 થી વધુ રનની પાર્ટનરશિપ થઈ છે.

4 / 6
ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમસન અને હેનરી નિકોલ્સે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બે વાર કારનામો કર્યો છે. તેમણે વર્ષ 2021 માં પાકિસ્તાન સામે ચોથી વિકેટ માટે 369 રનની પાર્ટનરશિપ નોંધાવી છે. આ સિવાય વિલિયમસન અને નિકોલ્સ વચ્ચે શ્રીલંકા સામે વર્ષ 2023 માં ત્રીજી વિકેટ માટે 363 રનની પાર્ટનરશિપ પણ થઈ છે.

5 / 6
ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ડેવિડ વોર્નર અને માર્નસ લાબુશેન વચ્ચે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાન સામે વર્ષ 2019 માં બીજી વિકેટ માટે 361 રનની ભાગીદારી થઈ હતી.

6 / 6
ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જોસ બટલર અને જેક ક્રોલી વચ્ચે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાન સામે વર્ષ 2020 માં 5 મી વિકેટ માટે 359 રનની ભાગીદારી થઈ હતી.

Follow Us
Loading...
Unable to load recommendations.