
નાઇટ વિઝન CCTV કેમેરા : રાત્રે ઘરની અંદર અને બહાર અંધારું હોય છે. આવી સ્થિતિમાં સામાન્ય કેમેરા દ્રશ્યો કેપ્ચર કરવામાં સક્ષમ નથી. તેથી, જ્યારે પણ તમે CCTV કેમેરા ખરીદો, તો પહેલા દુકાનદારને પૂછો કે તેને નાઇટ વિઝન છે કે નહીં. જો આ કેમેરામાં નાઇટ વિઝન નથી તો તમારે તેને ખરીદવાની જરૂર નથી.

90 ડિગ્રી વ્યૂ : CCTV કેમેરા ખરીદતી વખતે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે 90 ડિગ્રી વ્યુ એંગલ પર કામ કરે છે કે નહીં. જો તે 90 ડિગ્રી સાથે કામ ન કરતા હોય તો તે તમારા માટે કોઈ કામના નથી.

સ્ટોરેજ વિકલ્પો : કેમેરાની સ્ટોરેજ ક્ષમતા અને ક્લાઉડ સ્ટોરેજ વિકલ્પોને ધ્યાનમાં લો. મહત્તમ સ્ટોરેજ અને ક્લાઉડ સેવાઓ સાથેના કેમેરા વધુ સારો વિકલ્પ છે. તેમજ એવો કેમેરો પસંદ કરો જે ઇન્સ્ટોલ કરવામાં સરળ હોય અને તેની જાળવણી ઓછી હોય. આ કિસ્સામાં વાયરલેસ કેમેરા વધુ સારો વિકલ્પ બની શકે છે.
Published On - 2:23 pm, Tue, 9 July 24