
ટચ અને ફિલિંગ ટેસ્ટ: તમે સુતરાઉ કાપડને સ્પર્શ કરીને પણ અસલી અને નકલી વચ્ચે તફાવત કરી શકો છો. અસલી કોટન નરમ અને ઠંડુ લાગે છે. તેમજ નકલી કાપડ થોડું ચીકણું અથવા ખરબચડું હોઈ શકે છે અને ગરમીમાં શરીર પર ચોંટી શકે છે.

વોટર એબ્જોર્બશન ટેસ્ટ: આ ટેસ્ટ સુતરાઉ કપડાં ઓળખવા માટે પણ શ્રેષ્ઠ છે. સુતરાઉ કાપડમાં કુદરતી ફાઇબર હોય છે. એટલા માટે તે તરત જ પાણી શોષી લે છે. પરંતુ જો કોઈ સુતરાઉ કાપડ પાણી પડતાની સાથે જ લપસી જાય અથવા તેને ખૂબ જ ધીમે-ધીમે શોષી લે તો તે નકલી છે.

દોરો ખેંચો અને જુઓ: કોટનનો દોરો નાજુક હોવાથી ખેંચવામાં આવે ત્યારે તે સરળતાથી તૂટી શકે છે. પરંતુ જો કોઈ સુતરાઉ કાપડ ખેંચાવા પર ફ્લેક્સિબલ દર્શાવે છે અને તૂટતું નથી તો તેનો અર્થ એ છે કે તે વાસ્તવિક સુતરાઉ નથી.

લેબલ્સ અને કિંમતો જુઓ: જો કપડાં પર “100% કોટન” લખેલું હોય તો થોડું ધ્યાન આપો. ક્યારેક આનાથી કન્ફ્યુઝન પણ થઈ શકે છે. અસલી કોટનનો ભાવ સામાન્ય કરતા થોડો વધારે છે. જ્યારે તમને નકલી કાપડ ખૂબ સસ્તામાં પણ મળી શકે છે.
Published On - 8:23 am, Sun, 6 April 25