
ધાણા પાવડરમાં ભેળસેળ: ધાણા પાવડરમાં ભેળસેળ નક્કી કરવા માટે તેને હળદરની જેમ જ ગ્લાસમાં ઓગાળો. જો ધાણા શુદ્ધ હોય, તો તે થોડા જ સમયમાં પાણીમાં નીચે બેસી જશે, અને તેની અશુદ્ધિઓ તરતી રહેશે. પાણીમાં વધુ પડતી ગંદકી દેખાય તો તે એક અશુદ્ધિની નિશાની છે.

હિંગની ભેળસેળ કેવી રીતે શોધી શકાય?: એક ચપટી હિંગ ખોરાકની સુગંધમાં અનેકગણો વધારો કરે છે અને તમારા પાચન માટે પણ ઉત્તમ છે. હિંગમાં ભેળસેળ છે કે નહીં તે ચકાસવા માટે તેને બર્ન ટેસ્ટ કરો. એક ચમચી હિંગ લો અને તેને બાળી નાખો. જો તે રાખમાં ફેરવાઈ જાય, તો તે શુદ્ધ છે. જોકે ભેળસેળવાળી હિંગ બળતી નથી.

જીરુંનો કરો ટેસ્ટ: દાળ અને શાકભાજી તેમજ ગરમ મસાલામાં મસાલા તરીકે વપરાતું જીરું પણ ભેળસેળથી મુક્ત નથી. જીરુંને તમારી હથેળી પર ઘસીને ચેક કરો. જો તે રંગ છોડી દે છે, તો તેમાં કૃત્રિમ રંગની ભેળસેળ હોવાની શક્યતા છે.