
ઇંડાની સફેદ ઝરદી : આ ચહેરાને સાફ કરવામાં અને બ્લેકહેડ્સ દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. નાક જેવા બ્લેકહેડ્સવાળી જગ્યા પર ઈંડાની સફેદ રંગની લેયર લગાવવી જોઈએ અને ઉપર ટીશ્યુ પેપરનો પાતળો ટુકડો મૂકવો. પછી ઈંડું નાખવું. આ માટે ફેસ માસ્ક સાથે બ્રશનો ઉપયોગ કરવો જોઈએ. આને 3 થી 4 વાર વારંવાર કરવું જોઈએ. જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી તેને તમારી સ્કીન પર રહેવા દો. પછી ધીમે-ધીમે તેને દૂર કરો. તમારા ચહેરાને માઈલ્ડ ક્લીંઝરથી ધોઈ લો અને પછી ટોનર અને મોઈશ્ચરાઈઝર લગાવો.

મધ અને લીંબુ : 2 ચમચી લીંબુના રસમાં અડધી ચમચી દાણાદાર ખાંડ અને અડધી ચમચી મધ મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરો. પછી આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો અને લગભગ 2 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. જો તમારી સ્કીન સુકી લાગે તો મોઈશ્ચરાઈઝર લગાવો. તેને આંખો અને મોંની આસપાસ લગાવવાનું ટાળવું જોઈએ.

ટામેટાં અને લીંબુ : એક બાઉલમાં અડધા ટામેટાંની પ્યુરી બનાવો અને અડધા લીંબુને નિચોવીને બરાબર મિક્ષ કરો. પછી કોટન પેડનો ઉપયોગ કરીને તેને તમારા ચહેરા પર લગાવો અને 10 થી 15 મિનિટ સુધી રાખ્યા પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો અને રૂમાલની મદદથી ચહેરોને સુકાવો.