હિંદુ ધર્મમાં કપાળ પર કેમ લગાવવામાં આવે છે તિલક, વિવિધ પ્રકારના તિલક પાછળની ધાર્મિક માન્યતા અને વૈજ્ઞાનિક કારણ- જાણો

હિંદુ ધર્મમાં કપાળ પર તિલક કરવાને અત્યંત શુભ માનવામાં આવે છે. કોઈપણ પ્રકારની પૂજા કે ધાર્મિક અનુષ્ઠાન સમયે તિલક લગાવવાને શુભ ગણવામાં આવે છે અને તે ના કરવાથી પૂજા અધૂરી પણ મનાય છે. કોઈપણ તિલકને કપાળવી વચ્ચે આજ્ઞા ચક્ર પર કરવામાં આવે છે. માથા પર લાલ ચંદનનું તિલક લગાવવાથી કુંડલીમાં સૂર્ય અને મંગળ ગ્રહ મજબૂત બને છે.

| Updated on: Apr 06, 2026 | 6:41 PM
1 / 9
હિંદુ ધર્મમાં પ્રાચીન કાળથી તિલક લગાવવાની પરંપરા છે. માથા વચ્ચે લગાવવામાં આવતુ આ નાનકડુ નિશાન અત્યંત શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે માત્ર આસ્થાનું પ્રતિક નથી પરંતુ ઊર્જાનું કેન્દ્ર મનાય છે.

2 / 9
યજ્ઞ, હવન અને અન્ય ધાર્મિક અનુષ્ઠાન દરમિયાન તિલક લગાવવુ અત્યંત જરૂરી ગણાય છે. કહેવાય છે કે તેના વિના પૂજા ફળની પ્રાપ્તિ નથી થતી.

3 / 9
તિલક લગાવવાનું મહત્વ  તિલકને જ્યોતિષ શાસ્ત્રમાં આધ્યાત્મિક શક્તિનો સ્ત્રોત ગણવામાં આવે છે. તિલકને આજ્ઞા ચક્ર પર લગાવવામાં આવે છે. નેણની ઉપરના મધ્ય ભાગને આજ્ઞા ચક્ર કહેવામાં આવે છે. તે જ્ઞાન અને ચેતનાનું કેન્દ્ર ગણાય છે. આજ્ઞા ચક્ર આપણી વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. આ સ્થાન પર તિલક લગાવવાથી એક્રાગ્રતા વધે છે અને સ્મરણ શક્તિ તેજ થાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ ભાગ અત્યંત મહત્વનો હોય છે. આ સ્થાન પર દબાણ આવવાથી નર્વસ સિસ્ટમને સક્રિય કરી શકાય છે.

4 / 9
વૈષ્ણવ તિલક મુખ્યત્વે ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણના ભક્તો દ્વારા કરવામાં  આવે છે. આ તિલક માં બે ઊભી રેખાઓ હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો, તે અંગ્રેજી અક્ષર 'U' ના આકારમાં લગાવવામાં આવે છે. આ તિલક ગોપી ચંદનથી કરવાને શુભ માનવામાં આવે છે.

5 / 9
શૈવ તિલક (ત્રિપુંડ)  ભગવાન શિવના ભક્તો ત્રિપુંડ અથવા શૈવ તિલક કરે છે. ચંદનના લેપ અથવા પવિત્ર ભસ્મનો ઉપયોગ કરીને કપાળ પર ત્રણ આડી રેખાઓ દોરવામાં આવે છે. તે હંમેશા તર્જની, મધ્ય અને અનામિકા આંગળીઓનો ઉપયોગ કરીને લગાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ત્રિપુંડમાં 27 દેવતાઓનો વાસ હોય છે.

6 / 9
શાક્ત તિલક  દેવી દુર્ગા અથવા શક્તિ ની પૂજા કરતા ભક્તો શાક્ત તિલક કરે છે. તે સામાન્ય રીતે લાલ સિંદૂર અથવા કુમકુમથી કરવામાં આવે છે. આ તિલક ને શક્તિ અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. તે ગોળાકાર આકારનું હોય છે.

7 / 9
હિંદુ ધર્મમાં કપાળ પર કેમ લગાવવામાં આવે છે તિલક, વિવિધ પ્રકારના તિલક પાછળની ધાર્મિક માન્યતા અને વૈજ્ઞાનિક કારણ- જાણો

8 / 9
દેવી દુર્ગા અને દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન લાલ ચંદનનો ઉપયોગ કરવાથી ઘરમાંથી ગરીબી અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. હળદરનું તિલક લગાવવાથી વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત થાય છે, જેનાથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

9 / 9
હળદર તિલક કરવાથી આર્થિક સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે છે. પવિત્ર ભસ્મનું તિલક નકારાત્મક ઉર્જા સામે ઢાલ તરીકે કામ કરે છે અને તે કરનાર સકારાત્મક ઉર્જાથી ભરી દે છે.

Follow Us