
ઉર્વશીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે અલગ અલગ ફિલ્મો માટે કોરિયોગ્રાફી કરી ચુકી છે. અનેક એડ્સ અને આલ્બમોનું નિર્દેશન તેમજ કોરિયોગ્રાફી કરી ચુકી છે.

ટેકનિકલી કેમેરા પાછળની કસબી ઉર્વશીની ટેલન્ટની ખુદ અલ્લુ અર્જુન પણ પ્રશંસા કરી ચુક્યો છે.

ઉર્વશીએ સોશિયલ મીડિયા પર તેનુ નિક નેમ ઉર્વશી અપ્સરા રાખ્યુ છે જે તેની પર્સનાલિટી અને તેના વર્કફ્રન્ટને બિલકુલ સુટ કરે છે. સુંદર તો એ છે જ સાથે કમનિય કાયાના વળાંકો સાથે એ એવા એવા ડાન્સ સ્ટેપ કરે છે, જેની સામે કોઈ અપ્સરા પણ ઝાંખી પડે.

ઉર્વશીએ સોશિયલ મીડિયા પર તેનુ નિક નેમ ઉર્વશી અપ્સરા રાખ્યુ છે જે તેની પર્સનાલિટી અને તેના વર્કફ્રન્ટને બિલકુલ સુટ કરે છે. સુંદર તો એ છે જ સાથે કમનિય કાયાના વળાંકો સાથે એ એવા એવા ડાન્સ સ્ટેપ કરે છે જેની સામે અપ્સરા પણ ઝાંખી પડે.

કોરિયોગ્રાફર ઉર્વશી ચૌહાણ ત્રણ પેઢીથી મુંબઈમાં રહે છે તેના પિતા જીતુભાઈ ચૌહાણ મુંબઈમાં ઓટોમોબાઈલ બિઝનેસ સાથે સંકળાયેલા છે.

બોલિવુડમાં કોરિયોગ્રાફર તરીકે સફળતાની સીડીઓ સર કરનારી ઉર્વશી હવે એક્ટિંગ પર હાથ અજમાવી રહી છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યુ કે તેને હવે આ ઈન્ડસ્ટ્રીમાં એક્ટર તરીકે આગળ વધવુ છે અને તેના પર હાલ મહેનત કરી રહી છે. તેનુ કહેવુ છે કે ઈન્ડસ્ટ્રીમાં રોજ નિતનવા કલાકારો અને કલાના કસબીઓને મળીને તેને ઘણુ શીખવા મળ્યુ છે.

જો કે ઉર્વશીની કોરિયોગ્રાફરની તરીકેની જર્નીમાં પણ અનેક પડકારોનો તે સામનો કરી ચુકી છે તે ખુદ કહે છે કે ગુજરાતી ફેમિલીમાં બિલોંગ કરે છે અને ગુજરાતી સંસ્કૃતિમાં એક દીકરી તરીકે ડાન્સમાં આગળ જવુ તેના માટે ઘણુ ચેલેન્જિંગ રહ્યુ. જો કે ફેમિલીનો સંપૂર્ણ સપોર્ટ તેને મળતો રહ્યો આથી ડ તે આજે આ મુકામ પર પહોંચી છે. જેનો તેને અને તેના ફેમિલીને પણ આનંદ છે.

ઉર્વશીનો પરિવાર મુંબઈમાં જ સ્થાયી થયો છે છતા તેના ગુજરાતી મૂળ સાથે જોડાયેલો છે. ખુદ પ્રખ્યાત રામકથાકાર મોરારી બાપુ ઉર્વશીને નામથી ઓળખે છે અને તેના ફ્લાવર્સમાં તેની ગણતરી કરે છે.
Published On - 4:08 pm, Sat, 28 December 24