
જો તમને તમારી નોકરીમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે અથવા સખત મહેનત છતાં પ્રમોશનમાં વિલંબ થાય છે, તો તે તમારું ઓફિસ ડેસ્ક હોઈ શકે છે.

વાસ્તુ અનુસાર, જે જગ્યા પર વ્યક્તિ પોતાનો મોટાભાગનો સમય વિતાવે છે તેની ઉર્જા તેમના માનસિક સ્વાસ્થ્ય, નિર્ણયો અને કાર્યક્ષમતા પર સીધી અસર કરે છે.

લોકો તેમના ઓફિસ ડેસ્ક પર 8થી 9 કલાક વિતાવે છે, અને ત્યાં રાખેલી વસ્તુઓની સકારાત્મક કે નકારાત્મક અસરો તેમના કારકિર્દી પર અસર કરી શકે છે.

વાસ્તુ અનુસાર, તમારા ઓફિસ ડેસ્ક પર ખોરાકની પ્લેટ રાખવી અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કામ કરતી જગ્યાએ ખાવાથી માનસિક સ્પષ્ટતા પર અસર પડી શકે છે. આનાથી એકાગ્રતા ઓછી થઈ શકે છે અને નિર્ણય લેવામાં મુશ્કેલી પડી શકે છે. ભોજન માટે અલગ જગ્યાનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે.

જો તમારી ઓફિસના ડેસ્ક પર કેક્ટસ અથવા કાંટાવાળા છોડ હોય, તો તેને તાત્કાલિક દૂર કરો. વાસ્તુ માન્યતાઓ અનુસાર, આવા છોડ તમારી આસપાસ નકારાત્મક ઉર્જા વધારે છે. આ ઓફિસના વાતાવરણ અને વ્યક્તિના પ્રદર્શન પર અસર કરી શકે છે.

ટેબલ ડેસ્ક પર ફાઈલો, બિનજરૂરી કાગળો, ગૂંચવાયેલા વાયર અને વધારાનો સામાન એકઠો કરીને રાખવો નહીં. તેના કારણે ડેસ્ક અવ્યવસ્થિત દેખાય છે અને કામ કરવાની ક્ષમતા પર અસર પડી શકે છે. વાસ્તુ અનુસાર ઓફિસ ડેસ્કને નિયમીત સ્વચ્છ રાખવી જોઈએ.

વાસ્તુ અનુસાર ઓફિસ ડેસ્ક પર કાચબાની નાની પ્રતિમા રાખવી શુભ હોઈ શકે છે. તેનાથી સ્થિરતા અને સકારાત્મકતામાં પણ વધારો થઈ શકે છે. જ્યારે હાથીની નાની મૂર્તિ રાખવાથી એકાગ્રતામાં વધારો થાય છે અને કારકિર્દીમાં પ્રગતિની તક મળી શકે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
Published On - 12:14 pm, Wed, 13 May 26