
આજે માર્કેટમાં ભૂચાલ આવી ગયું છે સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે 1 % નો ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ સમાચાર લખાઈ રહ્યા તે સમયે નિફ્ટી 50 24,644ની આસપાસ છે જ્યારે સેન્સેક્સ 80,371ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, ત્યારે આજે બજાર 1%થી વધારે ડાઉન ગયું છે.

સ્મોલ કેપમાં પણ ઘણા શેર હાઈ તો ઘણા ડાઉન પર રહ્યા છે આ 1 વર્ષ દરમિયાન સ્મોલ કેપના lauras labs 93% ચમક્યો છે આ સિવાય amber ent 81%, grse 60%, aster dm 55%, sagility 50% વધ્યા છે.

ત્યારે આ ઘટાડા અને વધારાના માર્કેટ વચ્ચે આ 1 વર્ષમાં નિફ્ટીના હીરો બનેલા લાર્જ કેપ શેર Elcher Motors છે જે 38% વધ્યો છે. આ સિવાય BEL જે 37% વધ્યો છે. Bajaj finance જે 31% વધ્યો, Maruti Suzuki 20% વધ્યો અને ETENAL પણ 19% વધ્યો છે. જ્યારે આ 1 વર્ષ દરમિયાન ઝીરો એટલે સારુ પરફોર્મ ના કરેલા શેરમાંથી IndusInd bank જે 49% ઘટ્યો, Trent જે 40% , tata motos 33%, tcs 31% અને Bajaj auto 30% ઘટ્યા છે.

ત્યારે સ્મોલ કેપમાં લૂઝર રહ્યા હોય તેવા શેર પણ ઘણા છે જેમાંથી Tejas Network 52%, hfcl 49%, ramkrishna forgings 47%, sonata software 41% અને Natco pharma 40% ડાઉન ગયા છે.

જ્યારે મિડકેપમાં સૌથી ખરાબ પરફોર્મ કરતા શેર ola electric 45% ઘટ્યો છે, Sona blw 44%, colgate-palmoive 40%, tata tech 39% અને godrag properties 38% ઘટી ગયો છે. આ એક વર્ષ દરમિયાન મિડકેપમાં રિર્ટન -4.7%નું રહ્યું છે જ્યારે પોઝિટિવ શેર 36 રહ્યા અને 10%થી વધારે ડાઉન રહેલા શેર આ વર્ષ દરમિયાન 46 રહ્યા છે.

બજારમાં રેકોર્ડ હાઈનો એક વર્ષ પુરો થઈ ગયો છે. 24 સપ્ટેમ્બર 2024થી સ્મોલ કેપે -6.6% રિટર્ન આપ્યું છે. જ્યારે પોઝિટિવ શેર 33 રહ્યા અને 10%થી વધારે નીચે ગયેલા શેર 56 રહ્યા છે
Published On - 9:12 pm, Wed, 24 September 25