
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને 2002માં પોતાની પહેલી પત્ની રીના દત્તાને છૂટાછેડા આપી દીધા હતા. બંનેના લગ્ન 16 વર્ષ પણ ટકી શક્યા નહીં. આમિર અને રીનાએ 1986માં લગ્ન કર્યા હતા. છૂટાછેડા દરમિયાન આમિરે રીના દત્તાને ભરણપોષણ તરીકે 50 કરોડ રૂપિયા આપવા પડ્યા હતા.

આદિત્ય ચોપરા અને પાયલ ખન્ના 2009માં બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. આ દરમિયાન આદિત્યએ પાયલને ભરણપોષણ તરીકે 50 કરોડ રૂપિયા આપ્યા હતા.

મશહૂર અભિનેત્રી મલાઈકા અરોરાએ 2017માં અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા હતા. બંનેએ 1998માં લગ્ન કર્યા હતા. અહેવાલો અનુસાર, છૂટાછેડા દરમિયાન અરબાઝે મલાઈકાને 15 કરોડ રૂપિયા ભરણપોષણ આપ્યું હતું. જોકે, મલાઈકાએ માત્ર 10 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

માન્યતા દત્ત સાથે લગ્ન કરતા પહેલા સંજય દત્તે પ્રખ્યાત મોડેલ રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન 1998માં થયા હતા. પરંતુ 2005માં તેમના છૂટાછેડા થઈ ગયા. આ સમય દરમિયાન સંજય દત્તે રિયાને 8 કરોડ રૂપિયાનું ભરણપોષણ અને એક લક્ઝરી કાર આપી હતી.

બોલીવુડના સૌથી સુંદર પુરુષ તરીકે ઓળખાતા ઋતિક રોશનના 2014માં સુઝાન ખાન સાથે છૂટાછેડા થયા હતા. બંનેના 2000માં લગ્ન થયા હતા. આ સમય દરમિયાન ઋતિકે સુઝાનને ભરણપોષણ તરીકે 380-400 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. આ બોલીવુડના સૌથી મોંઘા છૂટાછેડા હતા.