
દરરોજ સાંજના સમયે તુલસીના છોડ પાસે દેશી ઘીથી દીવો પ્રગટાવવો શાસ્ત્રોક્ત રીતે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આનાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ધનદાયિ દેવી લક્ષ્મીજીનું નિવાસ બને છે. ( Credits: Getty Images )

જ્યાં મા લક્ષ્મીનો વાસ હોય છે, ત્યાં ધન અને અન્નની ક્યારેય તંગી અનુભવાતી નથી. એવા સ્થાને વ્યવસાયિક વિકાસ અને નોકરીમાં સફળતા સહજરૂપે પ્રાપ્ત થાય છે. ( Credits: Getty Images )

વહેલી સવારે કુમકુમ મિશ્રિત જળ ભગવાન સૂર્યને અર્પણ કરવું શુભફળદાયી માનવામાં આવે છે. આવા નિયમિત ઉપાસનાથી તંદુરસ્તી પર સકારાત્મક અસર થાય છે અને પતિના માન-સન્માનમાં વધારો થતો હોય છે. ( Credits: Getty Images )

જ્યારે પત્ની આનંદિત અને ખુશ રહે છે, ત્યારે તેનો સકારાત્મક પ્રભાવ સમગ્ર પરિવાર, ખાસ કરીને પતિના જીવન પર સ્પષ્ટ રીતે દેખાય છે. તેનો આનંદ પતિના આત્મવિશ્વાસ, જુસ્સો અને નસીબને મજબૂતી આપે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )