વેક્સીન બાદ બોલિવુડમાં એન્ટ્રી કરનાર ઉદ્યોગપતિ અદાર પૂનાવાલાના પરિવાર વિશે જાણો

|

Oct 23, 2024 | 5:41 PM

બિઝનેસમાંથી બોલિવુડમાં એન્ટ્રી કરનાર ઉદ્યોગપતિ અદાર પૂનાવાલા અબજોપતિ છે. તો આજે આપણે અબજોપતિ અદાર પૂનાવાલાના પરિવાર , શિક્ષણ તેમજ તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

1 / 11
અદાર પૂનાવાલાને ભારતીય ઉદ્યોગના અગ્રણી ચહેરાઓમાંના એક ગણવામાં આવે છે અને તેમણે શિક્ષણ, આરોગ્યસંભાળ અને મનોરંજન સહિત રસીઓ ઉપરાંત ઘણા ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે. હવે તેણે કરણ જોહરના ધર્મા પ્રોડક્શનમાં 50% હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે.

2 / 11
અદાર પૂનાવાલાના પરિવાર વિશે તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ

3 / 11
ધર્મા પ્રોડક્શનનો 50 ટકા હિસ્સો ખરીદ્યા પહેલા કોરોના વેક્સીન, સીરમ ઈન્સ્ટીટ્યુઓફ ઈન્ડિયા, પોલિયો અને અન્ય વેક્સીનનું ઉત્પાદન કરી ચૂકી છે. આ સંસ્થા વેક્સીનના નિર્માણ માટે દુનિયાભરમાં ફેમસ છે. તો આજે આપણે અદાર પૂનાવાલાના પરિવાર વિશે વાત કરીશું.

4 / 11
સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સંસ્થાપક ડો. સાયરસ પૂનાવાલા અરબોપતિ છે. તમને જણાવી દઈએ કે, પુણે સ્થિત ઈન્સટીટ્યુટ ઓફ ઈન્ડિયા સાયરસ પૂનાવાલા દ્વારા સંચાલિત છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ સિવાય પૂનાવાલાના અન્ય વ્યવસાયો પણ છે. સાયરસ પુનાવાલા ગ્રુપ અન્ય મોટી કંપનીના માલિક પણ છે.

5 / 11
અદાર પૂનાવાલાનો જન્મ 14 જાન્યુઆરી 1981 રોજ થયો છે. જે એક ભારતીય ઉદ્યોગપતિ છે. તેઓ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને પૂનાવાલા ફિનકોર્પના ચેરમેન છે. તેમના પિતા સાયરસ પૂનાવાલા છે, જે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સ્થાપક છે.

6 / 11
અદાર પૂનાવાલા અને તેના પરિવારે શિક્ષણને ખુબ મહત્વ આપ્યું છે.અદાર પૂનાવાલાએ તેમનું પ્રારંભિક શિક્ષણ પુણેની બિશપ સ્કૂલમાંથી મેળવ્યું હતું. જે પછી તેણે ઈંગ્લેન્ડના કેન્ટરબરીની સેન્ટ એડમન્ડ સ્કૂલમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેમણે લંડનની વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા.

7 / 11
અદાર પૂનાવાલા સાયરસ પૂનાવાલાના પુત્ર છે, જે પારસી છે. તેણે નતાશા પૂનાવાલા સાથે લગ્ન કર્યા છે અને તેને બે બાળકો છે. ડિસેમ્બર 2023માં પૂનાવાલાએ લંડનમાં 1446 કરોડ રૂપિયાની સૌથી મોંઘી મિલકત ખરીદી હતી.

8 / 11
અદાર પૂનાવાલાની પત્ની નતાશા પૂનાવાલા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા'ની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. બિઝનેસવુમન હોવા ઉપરાંત નતાશા એક ફેશન આઇકોન પણ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટોને લઈ ચર્ચામાં રહે છે.

9 / 11
અદાર-નતાશા પાસે પણ લક્ઝરી કારની કોઈ કમી નથી. તેની પાસે ફેરારી, પોર્શ અને રોલ્સ રોયસ જેવી લક્ઝરી કાર પણ છે.

10 / 11
ફેમસ ફિલ્મ મેકર કરણ જોહરની ધર્મા પ્રોડક્શનમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ હિસ્સો ખરીદ્યો છે. અદાર પૂનાવાલાની સેરેન પ્રોડક્શને 100 કરોડ રુપિયામાં પ્રોડક્શન હાઉસની 50 ટકા ભાગેદારી પોતાને નામ કરી લીધી છે. બાકીની ભાગેદારી કરણ જોહરના નામે રહેશે.

11 / 11
જામનગરમાં અનંત-રાધિકાના પ્રી-વેડિંગ સેરેમનીના આ કાર્યક્રમમાં નતાશા પૂનાવાલા અને અદાર પૂનાવાલા પણ જોવા મળ્યા હતા.

Next Photo Gallery