
મેડિકલ રિસર્ચ અને ડોક્ટર્સનું માનીએ તો, મોટાભાગના હાર્ટ એટેકના કેસ સવારના સમયે આવે છે. આમાં જ્યારે તમે ઊંઘમાંથી જાગો છો, ત્યારે લોહી સૌથી ઘટ્ટ હોય છે. ખાસ કરીને સવારે 6 થી 8 વાગ્યાની વચ્ચે હાર્ટ એટેક થવાના કેસ વધારે જોવા મળ્યા છે. ટૂંકમાં, ઊઠ્યા પછીની 10 મિનિટ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

હેલ્થ એક્સપર્ટે જણાવ્યું કે, જ્યારે તમે ઊઠો છો ત્યારે દિલ આરામની સ્થિતિમાં હોય છે. દિવસની સૌથી પહેલી 10 મિનિટ હાર્ટ સંબંધિત ઘટનાઓ માટે સૌથી ખતરનાક અને જોખમી સમય હોય છે. જો તમે કેટલાક નિયમોનું પાલન કરો છો, તો આ ખતરાને ઓછો કરી શકાય છે. આમાં જ્યારે તમે ઊંઘો છો, ત્યારે તમારું લોહી ઘટ્ટ થઈ જાય છે. રાતભર તમારું શરીર શ્વાસ અને પરસેવા દ્વારા પાણી ગુમાવે છે. આ વાતની તમને ખબર પણ નથી પડતી. આનાથી સવારે લોહી ઘટ્ટ થઈ જાય છે અને રક્તવાહિનીઓમાં લોહી ધીમે ધીમે વહેવા લાગે છે. આ સમયે પૂરા દિવસમાં લોહી ગંઠાઈ જવાનું જોખમ સૌથી વધુ હોય છે.

આ સૌથી ખતરનાક સ્થિતિ હોઈ શકે છે, જેમાં લોહી ઘટ્ટ થઈ જાય છે, બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે અને અચાનક હલચલ થાય છે. એવામાં જ્યારે લોહી ઘટ્ટ હોય છે, ત્યારે જ શરીરને જગાડવા માટે કોર્ટિસોલ હોર્મોન ઝડપથી વધી જાય છે. આવી સ્થિતિમાં તરત જ બ્લડ પ્રેશર વધી જાય છે. બ્લડ પ્રેશર વધવાથી રક્તવાહિનીઓ સંકોચાય છે અને દબાણ ઝડપથી વધે છે. આનાથી હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ સૌથી વધુ વધી જાય છે.

ઘણા લોકો એલાર્મ વાગતા જ પથારીમાંથી સીધા ઊભા થઈ જાય છે. કેટલાક લોકો પથારીમાંથી ઊઠીને તરત જ કોઈને કોઈ એક્ટિવિટી કરવા લાગે છે. ઘણીવાર સીધા સ્નાન કરવા અથવા ખાલી પેટે કોફી પીવા લાગે છે. એવામાં હૃદય 60 સેકન્ડમાં આરામની સ્થિતિમાંથી દોડવાની સ્થિતિમાં પહોંચી જાય છે, જે ખરેખર યોગ્ય નથી. આનાથી હૃદય પર વધુ પડતો તણાવ આવે છે.

પહેલું પગલું એ છે કે, અન્ય કોઈ પણ કામ કરતા પહેલા એક ગ્લાસ પાણી લો. આનાથી લોહી પાતળું થાય છે. એક ગ્લાસ પાણી તમારા રક્ત પ્રવાહને ફરીથી હાઇડ્રેટ કરીને અને તેને સામાન્ય બનાવવામાં મદદ કરે છે. આનાથી લોહીના ઘટ્ટ થવાનું જોખમ પણ ઘટે છે. આ એક ખૂબ જ સારી અને અસરકારક આદત છે.

બીજું પગલું એ છે કે, પથારીમાંથી તરત ઊભા ન થાઓ. પહેલા 2 મિનિટ માટે પોતાની પથારીના કિનારે બેસો અને તમારા શરીરને ધીમે ધીમે સામાન્ય થવા દો. તમારા હાર્ટ સિસ્ટમને ઊંઘની સ્થિતિમાંથી સીધા ઊભા થવાની પોઝિશનમાં આવવા માટે સમય જોઈએ છે. માત્ર 2 મિનિટ બેસો અને પછી ઊભા થાઓ, આનાથી દિલ પર પડતા ઓર્થોસ્ટેટિક (અચાનક ઊભા થવાના) તણાવને ખૂબ ઓછો કરી શકાય છે.

ત્રીજું પગલું એ છે કે, સવારે કોફી પીતા પહેલા કંઈક ખાઈ લો. સવારે 6 વાગ્યે ખાલી પેટે કોફી પીવાથી કોર્ટિસોલનું સ્તર વધુ વધી જાય છે, જેનાથી તે સમયે તમારા દિલ પર દબાણ વધુ વધી જાય છે, જ્યારે તે સૌથી સંવેદનશીલ સ્થિતિમાં હોય છે. તેથી ભલે એક કેળું હોય, ક્રેકર્સ (બિસ્કિટ) હોય કે કંઈ પણ નાનું-મોટું હોય તે ખાઈ લો.

લોહી ઘટ્ટ હોય ત્યારે ઝડપથી ઊભા થવું એ જ સૌથી ખતરનાક કામ છે, જે મોટાભાગના લોકો અજાણતા દરરોજ કરે છે. આનાથી બચવા માટે તમારે દરરોજ સવારે ત્રણ કામ કરવા જોઈએ. સૌથી પહેલા 1 ગ્લાસ નવશેકું (હૂંફાળું) પાણી પીઓ. બીજું 2 મિનિટ પથારી પર બેસો અને પછી ઊઠો. ત્રીજું સવારે ખાલી પેટે ચા-કોફી પીવાનું ટાળો. જો સવારે કોફી પીવી હોય તો તે પહેલા કંઈક ખાઈ લો. આનાથી કોર્ટિસોલને સ્થિર રાખી શકાય છે, જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.