અષાઢી બીજના પાવન અવસરે સમગ્ર અમદાવાદ ભક્તિના રંગમાં રંગાયુ હવે ભગવાનની રથયાત્રા સંપન્ન થવાની છે અને થોડી જ વારમાં ભગવાન નીજ મંદિરે પરત ફરશે ત્યારે મંદિરને પણ વિવિધરંગી રોશનીથી સજાવવામાં આવ્યુ છે.
આજે આખુય અમદાવાદ જાણે ભક્તિના રંગમાં રંગાઈ ગયુ અને દરેકે દરેક રથયાત્રાના રૂટ પર ચિક્કાર જનમેદની જોવા મળી હતી. ભક્તો હરખઘેલા બન્યા હોય તેવા દૃશ્યો સામે આવ્યા
આજના દિવસે જગતના નાથ ખુદ તેમના ભક્તોને મળવા માટે નગરચર્યાએ નીકળે છે ત્યારે ભાવિભક્તોના ઉત્સાહનો કોઈ પાર નથી રહેતો અને નાથના દર્શન કરવા માટે અધિરા બને છે.
કહેવાય છે કે બહેન સુભદ્રાએ નગરચર્યાની ઈચ્છા વ્યક્ત કરતા મોટાભાઈ બલભદ્ર અને ભાઈ શ્રીકૃષ્ણએ બહેન માટે રથ તૈયાર કરાવ્યો હતો અને તેઓ નગરચર્ચા કરીને તેમના માસીના ઘરે પહોંચ્યા હતા. ત્યાં સાત દિવસ રોકાઈને પરત ફર્યા હતા. આ કથા પ્રમાણે દર વર્ષે ભવ્યાતિભવ્ય યાત્રા યોજાય છે.
ભગવાન તેમના ત્રણેય રથ સાથે થોડી જ વારમાં નીજ મંદિર પરત ફરશે ત્યારે પહેલેથી જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરે પહોંચી ગયા છે અને ભગવાનના દર્શન કરવા માટે રાહ જોઈ રહ્યા છે.