
જો ઈમેલ અને ફોન નંબર બદલાય તો શું? : જો હેકરે તમારો ઈમેલ અને ફોન નંબર બંને બદલી નાખ્યા છે, જેના કારણે તમે તમારું Facebook એકાઉન્ટ ફરીથી મેળવી શકાતા નથી, તો તમે facebook.com/login/identify પર જઈ શકો છો. અહીં તમે તમારી પ્રોફાઇલને લગતા સુરક્ષા પ્રશ્નોના જવાબ સહિત વિગતવાર ફોર્મ ભરી શકો છો.

આ રીત એટલા માટે છે જેથી ફેસબુક પુષ્ટિ કરી શકે કે એકાઉન્ટ ખરેખર તમારું છે. તમારો દાવો ચકાસવા માટે તમારે ID ડોક્યુમેન્ટ્સ પણ પ્રદાન કરવાની જરૂર પડી શકે છે.

ફેસબુક તમને મિત્રોની મદદથી તમારું એકાઉન્ટ ફરીથી મેળવાની તક પણ આપે છે. મિત્રો દ્વારા ફેસબુક એકાઉન્ટ ફરીથી મેળવવા માટે આ લિંક પર ક્લિક કરો. તમારું Facebook એકાઉન્ટ સુરક્ષિત રાખવા માટે તમારું ઈમેલ એડ્રેસ અને મોબાઈલ ફોન નંબર બંને અપડેટ રાખો. જો ક્યારેય લોગ ઈન કરવામાં કોઈ સમસ્યા આવે છે, તો એકાઉન્ટ ફરીથી મેળવવું સરળ રહેશે.