Smartphone Bad Habits : 5 આદતો…તમારા ફોન માટે છે ‘ધીમું ઝેર’, જે તમારા સ્માર્ટફોનની લાઈફ ધીરે-ધીરે કરશે બરબાદ
Smartphone Bad Habits : જો સ્માર્ટફોનની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તે તમારો સાથ જલદી છોડી શકે છે. આ સિવાય ફોનની લાઈફ બગાડવા માટે આપણી કેટલીક ખરાબ આદતો પણ જવાબદાર હોય છે. અહીં તમે તે 5 ખરાબ આદતો વિશે જાણી શકો છો. જેના કારણે ફોનની લાઈફ ધીરે-ધીરે બરબાદ થઈ શકે છે.
1 / 6
5 Bad Habits Destroying Your Phone : સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આપણે દરેક સમયે તેનો ઉપયોગ કરીએ છીએ પછી તે કામ હોય મનોરંજન હોય કે સોશિયલ મીડિયા દરેક કામ માટે ફોનનો ઉપયોગ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી કેટલીક નાની આદતો તમારા સ્માર્ટફોનનું આયુષ્ય ઘટાડી શકે છે. આ સાચું છે કારણ કે જો તમે તમારા સ્માર્ટફોનનો લાંબા સમય સુધી ઉપયોગ કરવા માંગો છો, તો તમારે કેટલીક ખાસ બાબતોને ધ્યાનમાં રાખવી પડશે.
2 / 6
ફોન આખી રાત ચાર્જ કરવો : ઘણા લોકો તેમના ફોનને આખી રાત ચાર્જ પર મૂકી દે છે. તેમને લાગે છે કે આનાથી બેટરી ફુલ થઈ જશે. પરંતુ આવું કરવું તમારા ફોન માટે ખોટું હોઈ શકે છે. આમાં ઓવરચાર્જિંગની સમસ્યા આવી શકે છે. આના કારણે બેટરીની ક્ષમતા ઘટી શકે છે અને ફોન ઝડપથી ડિસ્ચાર્જ થવા લાગે છે.
3 / 6
સસ્તા કેબલનો ઉપયોગ : ઘણીવાર લોકો અસલ ચાર્જરને બદલે સસ્તા ચાર્જર અને કેબલનો ઉપયોગ કરે છે. આ ચાર્જર અને કેબલ તમારા ફોનને નુકસાન પહોંચાડી શકે છે. તેઓ તમારા ફોનને યોગ્ય રીતે ચાર્જ કરવામાં સક્ષમ નથી અને તેનાથી બેટરી અને ફોન બંનેને નુકસાન થઈ શકે છે.
4 / 6
પાણીની અંદર સેલ્ફી લેવી : જો તમને દરિયામાં કે સ્વિમિંગ પૂલમાં સેલ્ફી લેવાનું પસંદ હોય તો સાવચેત રહો. તમારા ફોનને પાણીમાં લઈ જવો તે તમારા ફોન માટે ખૂબ જ ખતરનાક બની શકે છે. ફોનમાં પાણી જવાથી ફોન ખરાબ થઈ શકે છે અને તેની સ્ક્રીન બગડી શકે છે. જો ફોન વોટર રેઝિસ્ટન્ટ હોય તો પણ દરિયાનું ખારું પાણી પણ ફોનને નુકસાન પહોંચાડી શકે છે.
5 / 6
ફોનને સમયસર ચાર્જ ન કરવો : ફોનને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થવા દેવો પણ તમારા ફોન માટે નુકસાનકારક છે. જ્યારે બેટરી સંપૂર્ણપણે ખાલી થઈ જાય છે ત્યારે તે ફોન માટે ઘણી મુશ્કેલી ઊભી કરે છે. આ બેટરીની લાઈફ ઘટાડી શકે છે. તેથી બેટરી શૂન્ય પર પહોંચે તે પહેલાં ફોનને ચાર્જિંગ પર મૂકવો જોઈએ.
6 / 6
સસ્તા ફોન કેસ અને ટેમ્પર્ડ ગ્લાસનો ઉપયોગ : ઘણીવાર લોકો તેમના ફોનને સ્ક્રેચથી બચાવવા માટે સસ્તા ફોન કેસ અને ટેમ્પર્ડ ગ્લાસનો ઉપયોગ કરે છે. પરંતુ આ સસ્તા ઉત્પાદનો તમારા ફોનને નુકસાન પહોંચાડી શકે છે. કેટલાક સસ્તા ટેમ્પર્ડ ગ્લાસ UV કર્વ્ડ હોય છે, જે તમારા ફોનની સ્ક્રીનને નુકસાન પહોંચાડી શકે છે.