
Google Photos માંથી ફોટા કેવી રીતે મેળવો : ધ્યાનમાં રાખો કે તમારા એન્ડ્રોઇડ ડિવાઇસમાં Google Photos એપ ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ. જો નહીં તો તેને ઇન્સ્ટોલ કરી શકાય છે. આ પછી ડિવાઈસ પર Google Photos એપ્લિકેશન ખોલો.

એપ ઓપન કર્યા પછી તમારે ટ્રેશ ઓપ્શન શોધવો પડશે. ક્યારેક તેનું નામ બિન પણ હોઈ શકે છે. એપ્લિકેશનની અંદર ગયા પછી આ વિકલ્પ આલ્બમ અથવા લાઇબ્રેરીમાં મળી શકે છે. આ પછી ડિલીટ કરેલા ફોટામાંથી તમે જે ફોટાને રિકવર કરવા માંગો છો તેને સિલેક્ટ કરો. આ કર્યા પછી રીસ્ટોર વિકલ્પ પર ક્લિક કરો, આ કર્યા પછી ડિલીટ થયેલા ફોટો સરળતાથી ફોન લાઇબ્રેરીમાં પાછા આવશે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો : જો તમે ભૂલથી અથવા કોઈ કારણસર કોઈ ફોટો ડિલીટ કરી દીધો હોય, તો ધ્યાનમાં રાખો કે સામાન્ય રીતે ફોટો 60 દિવસ સુધી જ ટ્રેશબિનમાં રહે છે.

આવી સ્થિતિમાં જો તમે 60 દિવસ પછી ડિલીટ કરેલા ફોટાને રિસ્ટોર કરવાનો પ્રયાસ કરો છો, તો કદાચ ડિલીટ કરેલા ફોટો ફરીથી મળશે નહીં. આનો અર્થ એ છે કે તમારી પાસે ફોટાને ફરીથી મેળવવા માટે માત્ર થોડાં દિવસો હોય છે, એટલે કે 2 મહિના જેટલો જ સમય રહે છે. જે પછી ફોટા કાયમ માટે નીકળી જાય છે.

આ સૌથી મહત્વની બાબત : ડિલીટ થયેલા ફોટાની ચિંતાથી બચવાનો સૌથી અસરકારક રસ્તો એ છે કે ફોનમાં હાજર તમામ ફોટાનો નિયમિત બેકઅપ લેવું. આમ કરવાથી મહત્વના ફોટા ડિલીટ થઈ જાય તો ન મળવાની ચિંતા રહેશે નહીં. જો તમે ઇચ્છો તો તમે આ માટે અલગ સ્ટોરેજ વિકલ્પ પણ પસંદ કરી શકો છો. આ સિવાય ફોટો સેવ કરવા માટે ઓછા મહત્વના ફોટાને અન્ય કોઈ ડિવાઈસમાં પણ ટ્રાન્સફર કરી શકાય છે.