Team India Test Match Captain : ઇંગ્લેન્ડમાં રમાનારી ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયાને મળશે નવો કેન્ટન ? સામે આવ્યા મોટા સમાચાર

|

Mar 15, 2025 | 1:12 PM

ટીમ ઈન્ડિયા જૂનમાં ઈંગ્લેન્ડના પ્રવાસે જઈ રહી છે, જ્યાં 5 ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. આ દરમિયાન, રોહિત શર્મા કેપ્ટન રહેશે કે નહીં, તે અંગે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રો અનુસાર અંતિમ નિર્ણય લઇ લેવામાં આવ્યો છે. BCCIના અધિકારીઓ અને સિલેક્ટરો નજીકના સમયમાં જ સત્તાવાર જાહેરાત કરશે.

1 / 8

2 / 8
ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. હવે ભારતીય ટીમ જૂનમાં મેદાનમાં ઉતરશે. તેને ઇંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે, જ્યાં 5 ટેસ્ટ મેચ રમાશે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે રોહિત શર્મા આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાનો ભાગ રહેશે કે નહીં, જો તે રમશે તો કેપ્ટનશીપ કરશે કે નહીં?

3 / 8
આ બધા પ્રશ્નો એટલા માટે ઉભા થઈ રહ્યા છે કારણ કે તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રવાસ દરમિયાન, એવા અહેવાલો પણ આવ્યા હતા કે રોહિત ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. જોકે, વાતચીતમાં તેમણે નિવૃત્તિના સમાચારને નકારી કાઢ્યા હતા. હવે તેમની કેપ્ટનશીપ પર પણ એક મોટો અપડેટ આવ્યો છે.

4 / 8
ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી, રોહિત શર્માના કરિયરમાં એક મોટો વળાંક આવ્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, રોહિત શર્માને બીજા મોટા પ્રવાસ પર ટીમનું નેતૃત્વ કરવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને તેની પસંદગી સમિતિનું સમર્થન મળ્યું છે. આનો અર્થ એ થયો કે રોહિત શર્મા ઇંગ્લેન્ડ પ્રવાસ પર કેપ્ટન રહેશે તેવી પૂરી શક્યતા છે. એવું માનવામાં આવે છે કે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાથી રોહિતની ટેસ્ટ કારકિર્દી લંબાઈ શકે છે.

5 / 8
ટીમ ઈન્ડિયાને 2024-25ના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 3-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સમય દરમિયાન, તેના ખરાબ પ્રદર્શનને કારણે, રોહિતે શ્રેણીની છેલ્લી મેચમાં ન રમવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્માએ આરામ લેતાની સાથે જ ચાહકોમાં એવી અફવાઓ ફેલાઈ ગઈ કે આ શ્રેણી પૂરી થતાં જ તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લેશે.

6 / 8
 તે જ સમયે, કેટલાક અનુભવી ખેલાડીઓનું એવું પણ માનવું હતું કે રોહિતે ટેસ્ટ ફોર્મેટ છોડી દેવી જોઈએ. પરંતુ રોહિતે એક મોટું નિવેદન આપીને પોતાના ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો.

7 / 8
સિડની ટેસ્ટના બીજા દિવસે લંચ દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા રોહિત શર્માએ કહ્યું, 'અત્યારે રન નથી આવી રહ્યા, પરંતુ 5 મહિના પછી પણ નહીં આવે તેની કોઈ ગેરંટી નથી.' હું સખત મહેનત કરીશ. પરંતુ આ નિર્ણય નિવૃત્તિ વિશે નથી. બહાર લેપટોપ, પેન અને કાગળ લઈને બેઠેલા લોકો નક્કી કરતા નથી કે નિવૃત્તિ ક્યારે આવશે અને મારે કયા નિર્ણયો લેવા પડશે.

8 / 8
રોહિતે આ શ્રેણીની 3 મેચમાં 3, 6, 10, 2 અને 9 રન બનાવ્યા હતા. એટલે કે ભારતીય કેપ્ટને 5 ઇનિંગ્સમાં 6.20 ની સરેરાશથી કુલ 31 રન બનાવ્યા. જે બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે બીસીસીઆઈ ઈંગ્લેન્ડ શ્રેણીમાં નવા કેપ્ટન સાથે જઈ શકે છે. પરંતુ હાલ તો એવું થતું હોય તેવું લાગતું નથી.

Published On - 10:37 am, Sat, 15 March 25

Next Photo Gallery