
પોલીસ ભવન ખાતે ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓની સુવિધા માટે અંદાજે રૂપિયા 7.40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આધુનિક જીમ, ઘોડિયાઘર તેમજ બે કોન્ફરન્સ હોલનું પણ નિવૃત્ત અધિકારીઓ તેવા ગુરુજનોના હસ્તે નામાંકન કરવામાં આવ્યું હતું.

શિક્ષક દિવસ પ્રત્યેક વ્યક્તિને પોતાની સફળતાના આધાર એવા ગુરુજીનું સ્મરણ કરવાનું યાદ અપાવે છે. આજે ગુજરાત પોલીસે પણ સૌ પથદર્શક નિવૃત્ત અધિકારીઓ એવા ગુરુજનોનું સન્માન કરીને આ દિવસને સાચા અર્થમાં ઉજવ્યો છે.

આ વિશેષ સન્માન સમારોહ પ્રસંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સૌ આમંત્રિત મહાનુભાવોનું સ્વાગત પ્લાન્ટ અને મોમેન્ટો આપીને કર્યું હતું.

આ પ્રકારના કાર્યક્રમનું આયોજન સૌ પ્રથમ વખત થયું હોવાના ભાવ સાથે સૌ આમંત્રિત નિવૃત્ત અધિકારીઓ દ્વારા આ આયોજનની પ્રશંસા કરી હતી અને પોતાના લાગણીસભર પ્રતિભાવો પણ વ્યક્ત કર્યા હતા.

આ પ્રસંગે જેલ ડીજીપી કે.એલ.એન રાવે સ્વાગત પ્રવચન કર્યું હતું અને આર્મ્સ યુનિટ એડીજીપી રાજુ ભાર્ગવે સૌ આમંત્રિતોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Published On - 7:31 pm, Thu, 5 September 24