
ટાટા ભારતના ચાર પ્રદેશોમાં ડેટા સેન્ટર બનાવી રહી છે, જે ભારતના 4G ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરશે. BSNL એ દેશભરમાં 9000 થી વધુ 4G નેટવર્ક્સ તૈનાત કર્યા છે, તેને વધારીને એક લાખ કરવાનું લક્ષ્ય છે.

Jioએ ગયા મહિને જૂનમાં તેના રિચાર્જ પ્લાનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જેના પછી તરત જ એરટેલ અને વીઆઈએ પણ તેમના પ્લાનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી, જ્યાં જિયો અને એરટેલની વધેલી કિંમતો 3 જુલાઈથી લાગુ થઈ ગઈ છે. તો VIના વધેલા ભાવ 4 જુલાઇથી અમલમાં આવ્યા છે.

Jio એ સૌથી વધુ કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ એક જ વારમાં કિંમતોમાં 12 થી 25 ટકાનો સીધો વધારો કર્યો છે. જ્યારે એરટેલે 11 થી 21 ટકા અને Viએ 10 થી 21 ટકા ભાવ વધાર્યા છે. સોશિયલ મીડિયા પર લોકોનો સૌથી વધુ ગુસ્સો Jioને લઈને વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ કારણોસર લોકો હવે BSNL તરફ વળ્યા છે.
Published On - 6:07 pm, Sun, 14 July 24