
HDFC ગ્રુપને તેની બેંકિંગ અને ફાઇનાન્સ કંપનીઓના એકીકરણથી ફાયદો થયો છે અને તે 10.4 બિલિયન ડોલરના મૂલ્યાંકન સાથે બ્રાન્ડ મૂલ્યાંકનની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે છે. જો કે દેશની અન્ય બેંકોની બ્રાન્ડ વેલ્યુમાં જોરદાર ઉછાળો આવ્યો છે. આ ક્ષેત્રે એકંદરે 26 ટકાથી વધુ વૃદ્ધિ નોંધાવી છે અને તેમાં પણ ઇન્ડિયન બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક અને યુનિયન બેન્કનું પ્રદર્શન મજબૂત રહ્યું છે.

ટેલિકોમ સેક્ટરની બ્રાન્ડ ગ્રોથ 61%ના દરે રહી છે. રિપોર્ટ અનુસાર ટેલિકોમ સેક્ટરની કંપનીઓએ સૌથી વધુ 61 ટકા વૃદ્ધિ નોંધાવી છે ત્યારબાદ બેન્કિંગમાં 26 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે જ્યારે ખાણકામ, આયર્ન અને સ્ટીલ સેક્ટરે 16 ટકા વૃદ્ધિ નોંધાવી છે. ટેલિકોમ જાયન્ટ્સ Jio, Airtel અને Vi એ ગ્રાહકોની વપરાશ પેટર્નને ધ્યાનમાં રાખીને તેમની વૃદ્ધિને વેગ આપ્યો છે. એ જ રીતે, બેન્કિંગ સેક્ટરમાં નિયમનકારી સુધારાએ બ્રાન્ડ વેલ્યુ વધારવામાં મદદ કરી છે.