
તાજેતરમાં, રોશન સિંહ સોઢીના પુત્ર ગોગીએ શોમાં આ પ્રશ્નનો જવાબ આપ્યો છે.ગોગીનું પાત્ર ભજવનાર સમય શાહે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં બંને પાત્રોના વિદાયના સમાચાર પર સ્પષ્ટતા આપી છે.

ગોગીએ ઈન્ટરવ્યુમાં જવાબ આપતા કહ્યું, મને નથી લાગતું કે તે શો છોડી દેશે, આ બધી અફવા છે.

ખરેખર, શોના તાજેતરના એપિસોડમાંથી જેઠાલાલ અને બબીતાના પાત્રોની ગેરહાજરીનું કારણ એ છે કે શોની સ્ટોરી અનુસાર, જેઠાલાલ, નટ્ટુ કાકા અને 'બાઘા' અને બીજી તરફ, બબીતા અને ઐય્યર મહાબળેશ્વરમાં વેકેશન માણી રહ્યા છે.