ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં ઋષભ પંત-સરફરાઝે રચ્યા રેકોર્ડ, કરો એક નજર

|

Oct 20, 2024 | 3:21 PM

ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં કેટલાક વિક્રમો રચાયા છે. પાંચ દિવસની મેચનો પહેલો દિવસ વરસાદમાં ધોવાઈ ગયો. બીજા, ત્રીજા અને ચોથા દિવસે મેચ રમાઈ હતી. જો કે પાંચમા દિવસે લંચ પહેલા જ ન્યુઝીલેન્ડનો આઠ વિકેટે વિજય થયો. આ મેચમાં સરફરાઝ અને રિષભ પંતે કેટલાક અનોખા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. જાણો

1 / 5
ભારત તરફથી પ્રથમ દાવમાં શુન્ય અને બીજા દાવમાં સદી ફટકારીને સરફરાઝ પાંચમો ખેલાડી બન્યો છે. ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝ પહેલા દાવમાં શુન્ય રને આઉટ થયો હતો. બીજા દાવમાં 150 રન ફટકાર્યા હતા. આ પહેલા જી આર વિશ્વનાથે 1969માં ઓસ્ટ્રેલિયા સામે, સચિન તેડુલકરે 1999માં પાકિસ્તાન સામે, વિરાટ કોહલી 2017માં શ્રીલંકા સામે અને શુભમન ગિલ 2024માં બાંગ્લાદેશ સામે પ્રથમ દાવમાં શુન્ય રને આઉટ થયા બાદ મેચના બીજા દાવમાં શાનદાર સદી ફટકારી હતી.

2 / 5
ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં વિકેટ કિપર ઋષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં 2500 રન પુરા કર્યા હતા. પંત ફાસ્ટેસ્ટ 2500 રન કરનાર વિકેટકિપર બનીને મહેન્દ્રસિંહ ધોનીને આ મામલે પાછળ છોડ્યો છે. રિષભ પંતે 67 ઈનિગ્સમાં 2500 ટેસ્ટ રન પૂરા કર્યા હતા. જ્યારે મહેન્દ્રસિંહ ધોનીએ 90 ઈનિગ્સમાં છ સદીની મદદથી 2500 ટેસ્ટ રન પુરા કર્યા હતા. 2500 રનના માઈલ સ્ટોન સુધી પહોચવામાં, 6 સદી ફટકારી છે. ફારુક એન્જિનિયરે, 82 ઈનિગ્સમાં 2500 રન ફટકાર્યા હતા.

3 / 5
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારત તરફથી 550મી ટેસ્ટ સદી સરફરાઝે ફટકારી હતી. ન્યુઝીલેન્ડ સામે બેંગલુરુમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચના બીજા દાવમાં સરફરાઝે 150 રન કર્યા હતા. જે ભારત તરફથી રમેલા ખેલાડીઓએ ફટકારેલી સદીનો ક્રમાંક 550મો હતો. ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌ પ્રથમ સદી લાલા અમરનાથે 1933માં ઈંગ્લેન્ડ સામે ફટકારી હતી.

4 / 5
ન્યુઝીલેન્ડ સામે બેગલુરુમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચના બીજા દાવમાં 99 રનના સ્કોર પર આઉટ થનારા ઋષભ પંચ ભારતીય વિકેટ કિપરોમાં બીજો અને વિશ્વમાં ચોથો વિકેટ કિપર બન્યો છે. અગાઉ મહેન્દ્રસિંહ ધોની પણ 99 રને આઉટ થયો હતો. બ્રેન્ડેડ મેક્કુલમ 2005મા અને જોની બેરિસ્ટો 2017માં 99 રન પર આઉટ થયા હતા.

5 / 5
ટેસ્ટ મેચમાં પ્રથમ દાવમાં શુન્ય અને બીજા દાવમાં 150 રન કરનારા સમગ્ર વિશ્વના ક્રિકેટરોમાં ભારતનો સરફરાઝ 13મો ખેલાડી છે. સરફરાઝની પહેલા 2014માં શ્રીલંકાના કરુણાકરે ન્યુઝીલેન્ડ સામે ક્રાઈસ્ટ ચર્ચમાં રમાયેલ ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં શુન્ય અને બીજા દાવમાં 150 રન ફટકાર્યા હતા. ( ફોટો સૌજન્ય-PTI )

Published On - 3:18 pm, Sun, 20 October 24

Next Photo Gallery