
પણ જમશેદજીનો આ વિચાર માત્ર વ્યાવસાયિક યોજના નહોતો, પછળ એક મોટી બાબત હતી – અપમાન. કાળા ઘોડા વિસ્તારમાં આવેલ વૉટસન્સ હોટેલ એ સમયે યુરોપિયનો માટે જાણીતી હતી અને ત્યાં ભારતીયોને પ્રવેશ આપતા નહોતાં. એક દિવસ જમશેદજી ત્યા ગયા, પણ માત્ર ભારતીય હોવાના કારણે તેમને દરવાજે જ રોકી દેવામાં આવ્યા. આ ઘટના તેમના આત્મસન્માનને ઘાયલ કરી ગઈ.

ત્યાંથી જમશેદજીએ નક્કી કર્યું કે જો બોમ્બે યુરોપ જેવી સુવિધાવાળું હોટેલ નથી આપી શકતું, તો હું પોતે એવું હોટેલ ઊભું કરીશ જે બૉંબેને વિશ્વમાં ગૌરવ આપે. 1865માં 'સૅટર્ડે રિવ્યુ'માં છપાયેલ એક લેખમાં લખાયું હતું કે “શું બૉંબેના નામ પ્રમાણે અહીં ક્યારેય ભવિષ્યમાં શ્રેષ્ઠ હોટેલ જોવા મળશે?” જમશેદજીએ નક્કી કર્યું કે તે જવાબ પોતે આપશે.

પછી તો તેઓ દુનિયાભરમાં ફરીને શ્રેષ્ઠ વસ્તુઓ એકઠી કરવા લાગ્યા. લંડનના બજારોમાંથી ફર્નિચર, બર્લિનમાંથી સામાન, પેરિસમાંથી બોલરૂમ માટેના ખંભા, જર્મનીમાંથી લિફ્ટ અને અમેરિકા પરથી પંખા મંગાવ્યા. ભારતના પ્રથમ હોટેલમાં એસી માટે કાર્બન ડાયોક્સાઈડ આધારિત બરફ મશીન પણ લાગૂ કરાયું.

જ્યારે તાજ હોટેલ તૈયાર થયું ત્યારે તેની કુલ લાકત ₹26 લાખ જેટલી હતી. 1903માં તેનું ઉદ્ઘાટન થયું. રૂમ ભાડું ત્યારે માત્ર ₹6 પ્રતિ દિવસ હતું. પરંતુ પ્રથમ દિવસે માત્ર 17 મહેમાનો આવ્યા. શરૂઆતના અઠવાડિયામાં આવી જ પરિસ્થિતિ રહી.

લોકોએ આ હોટેલનો મજાક ઉડાવવાનું શરૂ કર્યું. કેટલાએ તો તેને "જમશેદજીનો સફેદ હાથી" પણ કહ્યો. પણ આજે ઈતિહાસ સાબિત કરે છે કે જમશેદજી ટાટાનું આ “સફેદ હાથી”જ ભારતની શાન બની ગયું.
Published On - 12:11 pm, Wed, 6 August 25